ભાઈજાને ગણેશ ચતુર્થીના દિવસે કોના ઘરે કરી આરતી
સલમાન ખાનની વાત આવે ત્યારે સૌને થાય કે તેની કોઈ નવી ગર્લફેન્ડ સાથે દેખાયો હશે. પણ એમ નથી. ગણેશ ચતુર્થીના દિવસે તે પોતાની બહેનના ઘરે ગયો હતો અને પરિવાર સાથે તેણે બાપ્પાની આરતી પણ કરી હતી.
ગણેશ ચતુર્થીના દિવસે સલમાનની બહેન અર્પિતા ખાને પોતાના ઘરે ભગવાન ગણપતિની સ્થાપના કરી છે.
ભાઈજાન મંગળવારે રાત્રે અર્પિતાના ઘરે પહોંચ્યા, જ્યાં તેમણે સમગ્ર પરિવાર સાથે ગણેશજીની આરતી કરી. ભાઈજાને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આનો એક વીડિયો શેર કર્યો છે. જે ફેન્સને ખૂબ જ ગમી ગયો છે.
વીડિયોમાં ભાઈજાન અર્પિતા અને આયુષની દીકરીને પોતાના ખોળામાં બેસાડેલો જોવા મળ્યો હતો. સૌથી પહેલા અભિનેતાના માતા-પિતા સલમા ખાન અને સલીમ ખાને આરતી ઉતારી હતી. તે પછી ભાઈજાન આરતી કરવા આવે છે. તેમણે આયતને તેડીને આરતી ઉતારી હતી.
ત્યારબાદ એક પછી એક પરિવારના તમામ સભ્યો ગણપતિ બાપ્પાની આરતી કરતા જોવા મળે છે. વીડિયો શેર કરતી વખતે સલમાને કેપ્શનમાં લખ્યું, ‘ગણપતિ બાપ્પા મોર્યા’. સલમાન ખાનની ગણેશ આરતી ચાહકોને પસંદ આવી રહી છે. એક યુઝરે લખ્યું છે. આ આપણા દેશની સુંદરતા છે.