મનોરંજન

વેડિંગ રિંગથી લઈને ફોટો ક્રોપિંગ સુધી… બચ્ચન પરિવારમાં બબાલના છે આ કારણો

બચ્ચન પરિવારમાં દરરોજ સવાર પડેને કંઈક નવી બબાલ ના થાય તો જ નવાઈ. દરરોજ કોઈકને કોઈક એવી હિન્ટ મળતી હોય છે કે જે સીધું સીધું એ તરફ ઈશારો કરે છે કે બચ્ચન પરિવારમાં કંઈક ઠીક નથી. આ બધા વચ્ચે ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન પણ અલગ થઈ રહ્યા હોવાના સમાચાર હેડલાઈન્સ બનાવી રહ્યા છે ત્યારે ચાલો જોઈએ કે આ બધાની શરૂઆત ક્યાંથી અને કઈ રીતે થઈ એ તરફ એક નજર કરી લઈએ…

લાંબા સમયથી બચ્ચન પરિવારમાં કંઈક રંધાઈ રહ્યું હોવાના સમાચાર આવતા હતા, પરંતુ આ વાતને ત્યારે પાકા પાયે સમર્થન મળ્યું જ્યારે અમિતાભ બચ્ચને ઈન્સ્ટાગ્રામ પર ઐશ્વર્યા રાય બચ્ચનને અનફોલો કરી દીધું હતું. જોકે, ત્યાર બાદ કેટલાક લોકોએ એવો દાવો પણ કર્યો કે બંને એકબીજાને ક્યારેય ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરી જ નહોતા રહ્યા.

આ સિવાય એક ઈવેન્ટમાં હાજરી આપવા પહોંચેલી ઐશ્વર્યા રાય બચ્ચનના હાથમાંથી વેડિંગ રિંગ મિસિંગ હતી ત્યારે લોકોએ એ વાતનો અંદાજો લગાવવાનું શરૂ કર્યું કે આ કપલ ટૂંક સમયમાં જ છૂટું પડી જવાનું છે. આ સિવાય ઐશ્વર્યાએ 81 વર્ષીય અમિતાભ બચ્ચનના જન્મદિવસે આરાધ્યા સાથેનો એક ફોટો પોતાના એકાઉન્ટ પર શેર કર્યો હતો. પરંતુ એવો જ સેમ ફોટો શ્વેતાએ પણ પોતાના એકાઉન્ટ પર પણ શેર કર્યો હતો ત્યારે લોકોને ખબર પડી કે ભાઈ આમાંથી તો બચ્ચન પરિવારની વહુરાણીએ સાસુ જયા બચ્ચન, અગસ્ત્ય નંદા અને નવ્યા નવેલી નંદાનો ફોટો ક્રોપ કરીને પોસ્ટ કર્યો હતો.

ત્યાર બાદ આવીએ ઐશ્વર્યા રાય બચ્ચનના જન્મદિવસની વાત કરીએ તો એ દિવસે પણ એશ એક ઈવેન્ટમાં ગઈ હતી અને જ્યાં તેણે કેક કટિંગ પણ કર્યું હતું પરંતુ તેની સાથે બચ્ચન પરિવારનો કોઈ સદસ્ય જોવા મળ્યો નહોતો કે ન તો પતિ અભિષેક જોવા મળ્યો હતો.

જોકે, આ બધા વચ્ચે ફિલ્મ ધ આર્ચીઝનો પ્રીમિયર આવ્યો અને એ સમયે આખો બચ્ચન પરિવાર એક સાથે હસતો રમતો જોવા મળ્યો હતો જેને કારણે બચ્ચન પરિવારમાં સબ સલામત હૈ એવી ચર્ચા ફરી શરૂ થઈ ગઈ હતી અને બધાએ એક બીજા સાથે પેપરાઝી સામે પોઝ પણ આપ્યા હતા. પરંતુ ત્યાર બાદ ફરી એક વખત બિગ બીએ કરેલી પોસ્ટને કારણે પરિવારમાં દરાર હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. સાચુ ખોટું તો ભાઈ રામ જાણે…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button