નોરાથી લઈને સોનાક્ષી સિંહા આઉટફીટને લઈ ફરી લાઈમલાઈટમાં આવી
મુંબઈ: બૉલીવૂડની અભિનેત્રી તેમની બોલ્ડ અને હૉટ આઉટફિટની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં હોય છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર એવર ગ્રીન બની જાય છે. અભિનેત્રીઓની આ તસવીરો અને પોસ્ટ પર લાખો કમેન્ટ્સ અને લાઈક્સનો વરસાદ થાય છે. બૉલીવૂડની ગ્લેમરસ અભિનેત્રી નોરા ફતેહી, સોનાક્ષી સિન્હા, મલાઇકા અરોરા અને શિલ્પા શેટ્ટીએ પિક્સ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.
પોતાના ડાન્સ મુવ્સ અને બોલ્ડ સ્ટેપ્સથી ઓળખાતી નોરા ફતેહી દરેક જગ્યાએ પોતાનો જાદુ વિખેરી રહી છે. નોરા ફતેહીના ઇન્સ્ટાગ્રામ પર ઇન્ડિયન ટ્રેડિશનલ ડ્રેસમાં ખૂબ જ બ્યુટીફુલ દેખાઈ રહી છે. અભિનેત્રી શમા સિકંદરે પણ બ્લેક બોડીકોન ડ્રેસની સાથે ગ્રીન શિમરી જેક્ટ પહેરીને ચાહકોને તેના કાતિલ અંદાજથી ઘાયલ કર્યા હતા.
ભોજપૂરી ફિલ્મોની અભિનેત્રી મોના લિસાએ પણ બોલ્ડનેસનો જાલવો બતાવવા ક્રોપ ટોપ ડ્રેસમાં તસવીર શેર કરી હતી. અક્ષય કુમાર, સલમાન ખાન સાથે કામ કરી ચૂકેલી અભિનેત્રી સોનાક્ષી સિન્હા તેની ફિલ્મોને લીધે હંમેશાં ચર્ચામાં રહે છે. સોનાક્ષીએ શેર કરેલી તસવીરમાં તેણે બ્લેક ઇન્ડો-વેસ્ટર્ન પહેરીને ફેશનનો તડકો લગાવ્યો હતો.
અભિનેત્રી મલાઇકા અરોરાના જિમ કે કોઈ ઈવેન્ટમાં જવાની અનેક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડમાં હોય છે. મલાઇકાએ પોસ્ટ કરેલી નેટ ગાઉનની તસવીરમાં તેણે સરસ પોઝ પણ આપ્યો છે.
બોલીવૂડની ફિટનેસ ક્વીન શીલા શેટ્ટી તેના વર્ક આઉટના અનેક ફોટા અને સેશન લોકો સાથે શેર કરે છે, શિલ્પા શેટ્ટીએ તેના જિમ વર્ક-આઉટનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.