મનોરંજન

અઝહરુદ્દીનથી દિનેશ કાર્તિક સુધીના ઘણા ભારતીય ક્રિકેટરો બીજા લગ્ન કરી ચૂક્યા છે

શમી, હાર્દિક, શિખર, ચહલ પણ ફરી મૅરેજ કરશે?

મુંબઈઃ ભારતના ઘણા ક્રિકેટરોએ મેદાન પરથી અસંખ્ય ચાહકોને ખુશ કર્યા છે, પરંતુ તેમના અંગત જીવનમાં (ખાસ કરીને લગ્નજીવનમાં) તોફાન આવતાં તેમના એ જ ચાહકોએ આઘાત પણ અનુભવ્યા છે. મોહમ્મદ અઝહરુદ્દીનથી માંડીને દિનેશ કાર્તિક સુધીમાં ઘણા ખેલાડીઓ પ્રથમ પત્નીને ડિવૉર્સ આપીને બીજા લગ્ન કરીને અંગત તથા પારિવારિક જીવનમાં નવી ઇનિંગ્સ શરૂ કરી ચૂક્યા છે.

વર્તમાન ક્રિકેટરોમાં પણ એવા કેટલાક ખેલાડીઓ છે જેમના લગ્નજીવનમાં ભંગાણ પડ્યા છે એટલે હવે સવાલ એ છે કે તેઓ બીજા લગ્ન કરશે? આવા ખેલાડીઓમાં યુઝવેન્દ્ર ચહલનો કિસ્સો લેટેસ્ટ છે. ચહલ અને ધનશ્રી વર્મા ગઈ કાલથી સત્તાવાર રીતે એકમેકથી અલગ થઈ ગયા હતા.

આ પણ વાંચો: છુટું પડ્યું આ સેલિબ્રિટી કપલ, એલિમનીમાં ઈન્ડિયન ક્રિકેટર પત્નીને આપશે આટલી રકમ…

અહીં આપણે મુંબઈની ફૅમિલી કોર્ટે તેમના ડિવૉર્સની અરજી પર મહોર લગાવી હતી એ સાથે હવે ચહલ-ધનશ્રી પતિ-પત્ની નથી રહ્યા.

થોડા મહિના પહેલાં હાર્દિક પંડ્યાએ નતાશા સ્ટૅન્કોવિચ સાથે છૂટાછેડા લીધા હતા. મૂળ સર્બિયાની અને મુંબઈમાં રહેતી નતાશા ડાન્સર, મૉડેલ અને ઍક્ટ્રેસ છે. હાર્દિકથી નતાશાને એક પુત્ર જન્મ્યો છે જેનું નામ અગસ્ત્ય છે. શિખર ધવને ઑસ્ટ્રેલિયામાં રહેતી આયેશા મુકરજી નામની મહિલા સાથે 2023ની સાલમાં માનસિક સતામણીનો આક્ષેપ કરીને છૂટાછેડા લઈ લીધા હતા. એ પહેલાં, મોહમ્મદ શમી અને પત્ની હસીન જહાં પણ એકમેકથી અલગ થઈ ગયા છે.

આ પણ વાંચો: કોણ છે આરજે મહવશ? યુઝવેન્દ્ર ચહલ સાથે કેમ જોડાઈ રહ્યું છે નામ…

કયા ભારતીય ક્રિકેટરે બીજા લગ્ન કર્યાં?

  • ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનની પ્રથમ પત્નીનું નામ નૌરિન હતું. અઝહરે નૌરિનને તલાક આપ્યા બાદ અભિનેત્રી સંગીતા બિજલાની સાથે મૅરેજ કર્યા હતા. જોકે બન્નેએ 14 વર્ષ સુધી એકમેકની સાથે રહ્યા બાદ આપસની સહમતીથી છૂટાછેડા લઈ લીધા હતા.
  • ભારતના ભૂતપૂર્વ પેસ બોલર તથા આઇસીસીના ટોચના મૅચ રેફરી જાવાગલ શ્રીનાથે 1999માં જ્યોત્સના સાથે લગ્ન કર્યા હતા. જોકે સંઘર્ષભર્યા લગ્નજીવન બાદ તેમણે 2007માં ડિવૉર્સ લઈ લીધા હતા. બીજા જ વર્ષે (2008માં) શ્રીનાથે પત્રકાર માધવી પત્રાવલી સાથે લગ્ન કર્યા હતા.
  • ભૂતપૂર્વ ભારતીય બૅટર વિનોદ કાંબળીની પ્રથમ પત્નીનું નામ નોએલા લુઇસ હતું. તે એક હોટેલની રિસેપ્શનિસ્ટ હતી. બન્નેએ મૅરેજ કર્યા બાદ થોડા જ સમયમાં ડિવૉર્સ લઈ લીધા હતા. કાંબળીએ 2006માં ઍન્ડ્રિયા હ્યુઇટ નામની મૉડેલ સાથે મૅરેજ કર્યા હતા. આ લગ્ન પણ તૂટવાની તૈયારીમાં હતા, પરંતુ ઍન્ડ્રિયાએ કેટલીક વખત ડિવૉર્સનો વિચાર કર્યા બાદ છેવટે યુ-ટર્ન લઈને તેમ જ કાંબળીના વિવાદાસ્પદ વર્તનને સહન કરીને લગ્નજીવન ટકાવી રાખ્યું છે.
  • ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર-બૅટર દિનેશ કાર્તિકે પહેલા લગ્ન નિકિતા વણજારા નામની છોકરી સાથે કર્યા હતા. નિકિતાનું ભારતીય ઓપનિંગ બૅટર મુરલી વિજય સાથે અફેર ચાલતું હોવાની જાણ થયા પછી કાર્તિકે નિકિતાને છૂટાછેડા આપી દીધા હતા અને ટોચની સ્ક્વૉશ ખેલાડી દીપિકા પલ્લીકલ સાથે લગ્ન કરી લીધા હતા. મુરલી વિજયે નિકિતા સાથે મૅરેજ કર્યા છે.
  • ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અરુણ લાલે પ્રથમ પત્ની રીનાની તબિયત સારી ન રહેતી હોવાથી બન્ને જણ એકમેકની સંમતિથી છૂટા પડી ગયા હતા અને 2022ની સાલમાં 66 વર્ષના અરુણ લાલે પોતાનાથી 28 વર્ષ નાની બુલબુલ સાહા નામની સ્કૂલ ટિચર સાથે લગ્ન કર્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button