13 વર્ષના ડેટિંગ બાદ બિઝનેસમેનને પરણશે આ અભિનેત્રી, કહ્યું સ્ટ્રેસફૂલ છે…

ટીવી જગતની ફેમસ અભિનેત્રી સુરભિ ચંદના તેના લગ્નને લઇને આજકાલ ઘણી ચર્ચામાં છે. ખૂબ જ જલ્દી અભિનેત્રી એક બિઝનેસમેન સાથે સાત ફેરા ફરશે. ત્યારે લગ્નની તડામાર તૈયારીઓ વચ્ચે પોતાના એક ઇન્ટરવ્યુમાં તેણે કબૂલાત કરી હતી કે લગ્નની તૈયારીઓમાં એટલી બધી બાબતો છે કે તે સ્ટ્રેસફૂલ ફિલ કરી રહી છે.
34 વર્ષની સુરભિ ચંદનાએ ‘નાગિન’ અને ‘ઇશ્કબાઝ’ જેવી સિરીયલોથી ટીવી જગતમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. તે તેના લોન્ગટાઇમ બોયફ્રેન્ડ કરણ શર્મા સાથે 2 માર્ચના રોજ પોતાની નવી જીંદગીની શરૂઆત કરશે. તેણે લગ્નની તૈયારીઓને લઇને મીડિયામાં ઘણી ડિટેલ્સ શેર કરી હતી. તેણે મજાકમાં જણાવ્યું હતું કે “તૈયારીઓ વિશે મને ન પૂછો, બધું ઘણું સ્ટ્રેસફૂલ છે. મારા તો એમાંને એમાં વાળ સફેદ થઇ ગયા છે.”
અભિનેત્રીએ આગળ જણાવ્યું હતું કે “લગ્નનું પ્લાનિંગ ઘણું અઘરું હોય છે, પરંતુ તે ઘણી એક્સાઇટેડ છે. જે થયું છે તે સારું જ થઇ રહ્યું છે. ફાઇનલી લગ્ન થઇ રહ્યા છે. નાગિનને છોકરો મળી ગયો છે અને તે બધુ બરાબર ચાલી રહ્યું છે.” તેમ સુરભિએ ઉમેર્યું હતું.
સુરભિનો ભાવિ પતિ કરણ શર્મા એક બિઝનેસમેન છે. બંને છેલ્લા 13 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. સુરભિ આમ તો ઘણી સિરીયલોમાં કામ કરી ચુકી છે, જો કે તેને સાચી ઓળખ નાગિન અને ઇશ્કબાઝથી મળી હતી.