મનોરંજન

આ ખાસ કામ માટે જાણીતા અમેરિકન Wildlife Expert Forrest Galanteએ અનંત અંબાણીનો માન્યો આભાર…

જાણીતા અમેરિકન એડવેન્ચરર અને વાઈલ્ડલાઈફ એક્સપર્ટ ફોરેસ્ટ ગેલેંટે હાલમાં ભારતમાં આવેલા ગુજરાતના જામનગરના ખાતેના વનતારાની મુલાકાત લીધી હતી. અહીંયા તમારી જાણ માટે વનતારા એ મુકેશ અંબાણી (Mukesh Ambani) અને નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણી (Anant Ambani)નો ડ્રીમ પ્રોજેકટ છે. અહીં વાઈલ્ડલાઈફનું સંવર્ધન કરવાની સાથે સાથે જ વન્યજીવોનું પુનર્વસન પણ કરવામાં આવે છે. ફોરેસ્ટ ગેલેંટે વનતારાની મુલાકાત લીધી એના વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે અને તેમણે આ અનોખી સમાજસેવા માટે અનંત અંબાણીનો આભાર પણ માન્યો હતો. આવો જોઈએ બીજું શું કહ્યું આ યુટ્યુબરે…

વનતારા ખાતે યુટ્યુબરે અનેક લુપ્ત થવાને આરે પહોંચી ગયેલી દુર્લભ પ્રજાતિઓ જોઈ અને પ્રાણીઓની રાખવામાં આવતી કાળજીને જોઇને આનંદ વ્યક્ત કર્યો હતો. એટલું જ નહીં તેમણે લખેલી પોસ્ટમાં તેમણે અનંત અંબાણીનો આભાર માનતા એવું પણ લખ્યું હતું કે આ અદ્ભુત પ્રાણીઓની આટલી કાળજી લેવા બદલ અનંત અંબાણીનો આભાર… પોતાના YouTube પર વનતારા પ્રાણીઓના કલ્યાણ માટે અને લુપ્ત થઈ રહેલી પ્રજાતિઓના પુનર્વસન માટે કરવામાં આવી રહેલા કાર્યોની દુનિયાભરમાં પ્રશંસા કરવામાં આવી રહી હોવાનું પણ જણાવ્યું હતું. અહીં એડવાન્સ ફેસિલિટીની સાથે એક્સપર્ટ કેર સાથે વન્યજીવોની સંભાળ રાખવામાં આવે છે.

View this post on Instagram

A post shared by Forrest Galante (@forrest.galante)

વનતારા ખાતેનો પોતાનો અનુભર શેર કરતાં જણાવ્યું હતું કે મેં અહીં અનોખી ઓકાપી જોઈ હતી જે તેના વનસ્પતિ આધારિત આહાર માટે જાણીતી છે. ઓકાપીને તાજા પાંદડા અને આવશ્યક વિટામિન્સથી ભરપૂર ખોરાક આપવામાં આવે છે. આ સિવાય મેં અહીંયા વિટીલિગોથી પીડિત દીપડો પણ જોયો હતો. આ બધું જોઈને હું ખૂબ જ અભિભૂત થઈ ગયો છું. વનતારા એ માત્ર એક સેંકચ્યુરી નથી, પણ વાઈલ્ડ લાઈફને સારું ભવિષ્ય આપવાની દિશામાં એક આંદોલન છે. તેમણે અનંત અંબાણીના પ્રયત્નોના વખાણ પણ કર્યા હતા અને તેને એક એપિક પ્રોજેક્ટ પણ ગણાવ્યો હતો.

આ પણ વાંચો : પતિ મુકેશ અંબાણીને મૂકીને આ કોની સાથે ડેઝર્ટમાં વેકેશન માણી રહ્યા છે નીતા અંબાણી? વાઈરલ ફોટો જોઈને…

ગેલેન્ટે એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં હાથીઓને સાંકળોથી મુક્ત વિહરતા જોઈ શકાય છે. આ હાથીઓને વનતારામાં સ્વતંત્રતા મળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વનતારામાં હાથીઓને દરરોજ ગરમ પાણીથી મસાજ અને મેનીક્યોર જેવી સુવિધા આપવામાં આવે છે. આ સેન્ટરનું મુખ્ય આકર્ષણ હાથીઓ માટેનું ટેમ્પરેચર કન્ટ્રોલ ઝાકૂઝી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button