વિદેશી મહિલાના શિવ તાંડવે મોહી લીધા સૌને અને….

સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થાય છે, જે લોકોને અચરજ પમાડતા હોય છે. લોકો આવા વીડિયો પર ભરી ભરીને કમેન્ટ્સ પણ આપતા હોય છે અને લાઇક પણ કરતા હોય છે. આવો જ એક વીડિયો હમણા જોવા મળ્યો હતો. એક ડાન્સ રિયાલિટી શોનો વીડિયો વાયરલ થયો છે, જેમાં વિદેશી મહિલા સ્ટેજ પર તેનો ડાન્સ કરી રહી છે. આશ્ચર્યજનક વાત તો એ છે કે આ વિદેશી મહિલા શિવ તાંડવ કરી રહી છે અને એથી પણ વધુ આશ્ચર્યની વાત તો એ છે કે આ મહિલાની સાથે તેનો પાળતુ શ્વાન પણ ડાન્સ કરી રહ્યો છે. આ ડાન્સ જોઇને તેની સામે બેઠેલા જજ અને પ્રેષકો પણ પહેલા તો ચોંકી જાય છે, પણ બાદમાં હસીને બંને ડાન્સર (મહિલા અને તેનો શ્વાન)ને બિરદાવે છે. મહિલાએ પીળા કલરનો ભારતીય ડ્રેસ પહેર્યો છે. આ ડ્રેસમાં તે ઘણી સુંદર લાગી રહી છે.
anastasiia_beaumont નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. લોકો આ ડાન્સ પર ઘણી સારી કમેન્ટ કરી રહ્યા છે અને વિદેશી મહિલા તથા તેના પાળતુ શ્વાનને વખાણી રહ્યા છે. તમે પણ આ વીડિયો માણો ….