આ અજરઅમર ગીત માટે લતા મંગેશકર બન્યાં હતાં બાથરૂમ સિંગર | મુંબઈ સમાચાર
મનોરંજન

આ અજરઅમર ગીત માટે લતા મંગેશકર બન્યાં હતાં બાથરૂમ સિંગર

હિન્દી ફિલ્મ ઈતિહાસમાં ઘણી ક્લાસિક ફિલ્મો છે તેવી જ રીતે ઘણા એવા આઈકોનિક સૉંગ્સ પણ છે, જે અમર થઈ ગયા છે. આ ગીત પિક્ચરાઈઝ થયા હોવાને દાયકાઓ થઈ ગયા હોવા છતાં તે એટલા જ કર્ણપ્રિય છે. આ દરેક ગીત પાછળ પણ એક વાર્તા છે. ખાસ કરીને જૂના ગીતો પિક્ચરાઈઝ કરવા એટલા સહેલા ન હતા. ટેકનોલોજીનો ઉપયોગ કરી આજે જે રીતે ગીત બને છે તે સમયે તે વ્યવસ્થા ન હોવાથી ડિરેક્ટર સહિત સમગ્ર યુનીટે ખૂબ જ મહેનત કરવી પડતી હતી.
આવું જ એક ગીત છે જે આજે પણ બેજોડ છે અને જોવું ગમે છે, પરંતુ તે ગીતની ગાયકીથી માંડી સેટ અને પિક્ચરાઈઝેશન માટે સમગ્ર ટીમે દિવસરાત એક કર્યા હતા, દિવસોની મહેનત, નિષ્ફળ પ્રયત્નો બાદ આ આઈકોનિક ગીત થિયેટરોમાં રિલિઝ થયું હતું. પૃથ્વીરાજ કપૂર, દિલીપ કુમાર અને મધુબાલાની મુખ્ય ભૂમિકાની આ ફિલ્મ પાછળ કરેલી મહેનત લેખે લાગી હતી અને ફિલ્મ સુપરહીટ સાબિત થઈ હતી.

આ પણ વાંચો: પીઢ ગાયિકા અનુરાધા પૌડવાલને લતા મંગેશકર એવોર્ડ 2024

આ કારણે લતા મંગેશકરે બાથરૂમમાં ગીત રેકોર્ડ કર્યું

આ ગીત છે ફિલ્મ મોગલ-એ-આઝમનું જબ પ્યાર કીયા તો ડરના ક્યા. અકબર સામે મેદાને પડેલી અનારકલીએ ભરી સભામાં ગાયેલું આ ગીત આમ તો પ્રેમીઓના વિદ્રોહનું પ્રતીક છે. સલીમના પ્રેમમાં ચૂર અનારકલી અકબર બાદશાહને લલકારે છે. આ ફિલ્મ પોતાનામાં એક ઈતિહાસ ધરબીને બેઠી છે. ફિલ્મ સુપરહીટ રહી તે વાત સૌ જાણે છે પણ ફિલ્મના એક એક સિન, સેટ, સૉંગ્સ પાછળ કેટલી મહેનત થઈ છે તે કોઈ નથી જાણતું.
આ ગીતની જ વાત કરીએ તો આ ગીતમાં ઈકો સાઉન્ડ ઈફેક્ટની જરૂર હતી. તે સમયે ટેકનોલોજી તો હતી નહીં, એટલે કોકિલકંઠી લતા મંગેશકરે આ ગીત બાથરૂમમાં રેકોર્ડ કર્યું હતું. ફિલ્મનું ગીત તમે સાંભળશો તો તેમાં ઈકો સાઉન્ડ છે, તે લાવવા માટે લતાજીએ બાથરૂમ સિંગર બનવું પડ્યું હતું.

આ પણ વાંચો: સ્વરસમ્રાજ્ઞી લતા મંગેશકરના જીવન પર આધારિત ભિંતચિત્રનું આજે અનાવરણ

ફિલ્મનું ગીત શૂટ ન થતા કેન્સલ કરી નાખ્યું ને…

૧૯૬૦માં રિલીઝ થયેલી ‘મુઘલ-એ-આઝમ’ ફિલ્મને બનાવવામાં ૧૪ વર્ષ લાગ્યા હતા. પ્યાર કીયા તો ડરના ક્યાના સેટમાં જ બે વર્ષ નીકળી ગયા હતા. આ ગીત માટે શીશમહેલ ઊભો કરવામાં આવ્યો હતો. મધુબાલા જ્યારે ડાન્સ કરે ત્યારે તેએક એક કાચમાં દેખાય તેવી કોરિયોગ્રાફી હતી, પરંતુ આ શૂટિંગ આટલું સહેલું ન હતું.
હોલીવુડથી નિષ્ણાતોને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ તેમણે પણ ના પાડી દીધી હતી. ચારેબાજજુ નિરાશા ફેલાઈ અને મામલો ૧૫ લાખ રૂપિયામાં બનેલા શીશ મહેલને તોડવા સુધી પહોંચ્યો, પણ પછી સિનેમેટોગ્રાફર આરડી માથુરે આનો ઉકેલ શોધી કાઢ્યો.
સમસ્યા એ હતી કે કેમેરા લગાવતાની સાથે જ તેનો પ્રકાશ અરીસા પર પડતો હતો. આને રોકવા માટે રિફ્લેક્ટર લગાવવામાં આવ્યા હતા, પરંતુ જ્યારે પ્રકાશ તેમના પર પડતો હતો, ત્યારે આંખો બંધ થઈ જતી હતી અને શૂટિંગ મુશ્કેલ બની જતું હતું. માથુરે પોતાના કેમેરા સાથે સેટ પર એક ખૂણો શોધી કાઢ્યો, ત્યાંથી કોઈ રિફ્લેક્શન આવતું ન હતું. હવે મધુબાલાએ સુંદર અનારકલી ડ્રેસ પહેર્યો હતો તે ડ્રેસ અને અનારકલીનો ડાન્સ એ શીશમહેલમાં દેખાતો હતો. આ ગીત જેવું પિક્ચરાઈઝેશન આજ સુધી કોઈ ગીત માટે થયું નથી.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button