એપ્રિલ મહિનામાં ધમાકો કરશે આટલી ફિલ્મો, જાણી લો યાદી?

રમઝાનને કારણે સ્પેશિયલ બનેલા માર્ચ મહિનામાં સિનેમાઘરોમાં અને ઓટીટી પર એકમેકથી ચડિયાતી ફિલ્મો રિલીઝ થઇ હતી. હવે એપ્રિલમાં પણ દર્શકો માટે એન્ટરટેઇન્મેન્ટનો એક્સટ્રા ડોઝ આવવાની તૈયારીમાં છે. એપ્રિલમાં પણ એક-બે નહિ પણ અનેક ફિલ્મો અને વેબ સિરીઝ રજુ થવાની છે. તેમાં સૈફ અલી ખાનની જવેલથીફથી લઈને નુસરત ભરૂચા અને સોહા અલી ખાનની છોટી-૨ સામેલ છે. ચાલો જોઈએ એપ્રિલમાં કઈ કઈ મુવી-સિરીઝ રજૂ થશે.
ચમક સીઝન ૨:

રહસ્ય અને ડ્રામાથી ભરપૂર ચમક સીરીઝને દર્શકોએ ખુબ પસંદ કરી હતી. હવે મેકર્સ તેની બીજી સીઝન લાવી રહ્યા છે. સીઝન ૨, સોની લિવ પ્લેટફોર્મ પર ચોથી એપ્રિલે રિલીઝ થઇ રહી છે. મેકર્સનો દાવો છે કે આ સીઝનમાં પહેલા કરતા વધુ ધમાકેદાર વાર્તા જોવા મળશે. જણાવી દઈએ કે આ સિરીઝમાં પરમવીર ચીમા, મનોજ પાહવા અને મોહિત મલિક સહીત અનેક સ્ટાર્સ દેખા દેશે.
ટેસ્ટ:

નયનતારા, આર. માધવન અને સિદ્ધાર્થ જેવા લોકપ્રિય કલાકારો ધરાવતી ફિલ્મ ટેસ્ટ પણ રિલીઝ માટે તૈયાર છે. એસ. શશીકાંતના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મમાં ત્રણ લોકોની વાર્તા છે, જેમની જિંદગી ક્યાંક ને ક્યાંક એકબીજા સાથે જોડાયેલી છે. તેમાં એક ક્રિકેટર, બીજા વૈજ્ઞાનિક અને ત્રીજા શિક્ષક છે. ટેસ્ટ ફિલ્મ હિન્દી ઉપરાંત, મલયાલમ, તેલુગુ અને કન્નડ ભાષામાં પણ રિલીઝ થશે. ચોથી એપ્રિલથી આ ફિલ્મ નેટફ્લિક્સ પર જોઈ શકાશે.
છોરી ૨:

વર્ષ ૨૦૨૧માં રિલીઝ થયેલી નુસરત ભરૂચાની ફિલ્મ છોરીને દર્શકોએ બહુ વખાણી હતી. હવે મેકર્સ તેની બીજી સીઝન સાથે આવે રહ્યા છે. તેમાં સોહા અલી ખાન પણ મહત્વપૂર્ણ પાત્રમાં જોવા મળશે. છોરી-૨માં અલૌકિક શક્તિઓ અને સામાજિક દુષણો વિરુદ્ધ એક માતાની વાર્તા જોવા મળશે. ૧૧ એપ્રિલે આ ફિલ્મ પ્રાઈમ વીડિયો પર રિલીઝ થશે. તેનું દિગ્દર્શન વિશાલ ફુરીયાએ કર્યું છે.
પ્રવીણકુડુ શપ્પુ:

પ્રવીણકુડુ શપ્પુ એક મલયાલમ ડાર્ક કોમેડી ક્રાઇમ થ્રિલર છે, જેને શ્રીરાજ શ્રીનિવાસને ડાયરેક્ટ કરી છે. ફિલ્મમાં સૌબિન શાહીર, બેસિલ જોસેફ, અને ચેમ્બન વિનોદ જોસ, ચાંદની શ્રીધરન, શિવાજીથ અને શબરીશ વર્મા અભિનય કરી રહ્યા છે. ૧૧ એપ્રિલે આ ફિલ્મ સોની લિવ પર રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મની વાર્તા એક મર્ડર મિસ્ટ્રીની તપાસ ઉપર આધારિત છે. પછી કહાણીમાં આગળ શું થયું એ જાણવા ફિલ્મ જોવી પડે!
બ્લેક મિરર સીઝન ૭:

સૌથી લોકપ્રિય વેબ સિરીઝમાં બ્લેક મિરરની સમાવેશ થાય છે. હવે તેની સાતમી સીઝન રિલીઝ થવા જઈ રહી છે. ચાર્લી બ્રુકર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ ૧૦ એપ્રિલે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે.
જવેલ થીફ:

સૈફ અલી ખાન, જયદીપ અહલાવત, કુણાલ કપૂર અને નિકિતા દત્તા અભિનીત જવેલ થીફ એપ્રિલમાં ઓટીટી પર રજુ થવા તૈયાર છે. આ ફિલ્મનું દિગ્દર્શન કુકી ગુલાટી અને રોબી ગ્રેવાલે કર્યું છે તથા આ ફિલ્મ સિદ્ધાર્થ આનંદના બેનર હેઠળ બની છે. આ ફિલ્મમાં સૈફ એક ચાલક ઠગના પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મ ૨૫ એપ્રિલે નેટફ્લિક્સ પર આવશે.
આપણ વાંચો : TMKOC: ફરી ભણકારા વાગી રહ્યા છે, હે મા…માતાજીવાળા દયાબેન પાછા ફરશે?