Gandhi Jayanti: કાલે રજાના દિવસે આ ફિલ્મો જોશો તો મહાત્માને વધારે સમજી શકશો | મુંબઈ સમાચાર
મનોરંજન

Gandhi Jayanti: કાલે રજાના દિવસે આ ફિલ્મો જોશો તો મહાત્માને વધારે સમજી શકશો

આવતીકાલે બીજી ઓક્ટોબરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મદિવસ છે. આ દિવસે એક દિવસ તો એક દિવસ પણ આપણે અહિંસાના પૂજારી ગાંધીજીને યાદ કરીએ છીએ. આવતીકાલે ગાંધીજયંતિ અને દશેરા નિમિત્તે રજા હશે અને તમે ઘરે જ હશો, તો અમે તમને અમુક ફિલ્મો સજેસ્ટ કરીએ છીએ, જે જોશો તો તમે ગાંધીજીના જીવન સાથે જોડાયેલા વિવિધ પાંસાને જાણી શકશો.

આ યાદીમાં પહેલું નામ આવે છે ડિરેક્ટર રિચર્ડ એટેનબોરફે બનાવેલી ફિલ્મ ગાંધી (1982). આ ફિલ્મ ગાંધીજીની બાયોગ્રાફી છે.
ત્યારબાદ તમે શ્યામ બેનેગલની મેકિંગ ઓફ મહાત્મા જોઈ શકો. 1996માં આવેલી ફિલ્મમાં રજત કપૂર, પલ્લવી જોશી લીડ રોલમાં હતા. ભારતમાં આઝાદીની ચળવળ ચલાવતા પહેલા ગાંધીજીએ આફ્રિકામાં જે રંગેભેદ સામે જંગ છેડ્યો હતો, તેના પર આધારિત આ ફિલ્મ હતી.

આ પણ વાંચો : Mahatma Gandhi Jayanti પર જાણો ઈન્ડિયન કરન્સી પર છપાયેલા બાપુનો એ ફોટો કોણે અને ક્યારે ક્લિક કર્યો?

જો આ ફિલ્મો તમે જોયેલી હોય તો કમલ હસનની હે રામ તમારે ચોક્કસ જોવી જોઈએ. યુ ટ્યૂબ પર આ ફિલ્મ તમે જોઈ શકશો. ભારત-પાકિસ્તાના ભાગલા, ધ ડિરેક્ટ એકશન અને ગાંધીજીના અસેસિનેશન પર બનેલી આ ફિલ્મ તમને ગાંધીજીની વિચારધારાને સમજવાની એક નવી દિશા આપશે.

ત્યારબાદ આપણા સૌની ઑલ ટાઈમ ફેવરીટ લગે રહો મુન્નાભાઈ જોવાની પણ એટલી જ મજા આવશે. ગાંધીજીના સત્ય અને અહિંસાના સિદ્ધાંતો પર આટલી હળવી ફિલ્મ લગભગ આ એક જ હશે. સંજય દત્ત, વિદ્યા બાલન, અરશદ વારસીની આ ફિલ્મ તમને મોજ કરાવશે.

ગાંધીજીના વ્યક્તિગત જીવન સાથે જોડાયેલી ફિલ્મ ગાંધી, માય ફાધર તમને અલગ જ ગાંધી બતાવશે, કારણ કે આ વાર્તા ગાંધીજી અને તેમના મોટા પુત્ર હરિલાલ વચ્ચેના કડવા સંબંધો પર આધારિત છે.

આ પણ વાંચો : Gandhi Jayanti 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીને કર્યું નમન, રાજઘાટ પર શ્રદ્ધાંજલિ અર્પી

ગાંધી ટુ હીટલર આ ફિલ્મ પણ તમે જોઈ શકો. રઘુવીર યાદવ, નલીન સિંહ, નેહા ધુપિયા, નસાર અબ્દલ્લાની આ ફિલ્મ ગાંધીજી અને હીટલર વચ્ચેના પત્રવ્યવહાર પર આધારિત છે. જોકે આ ફિલ્મને નેગેટિવ રિસ્પોન્સ મળ્યો છે.

તમે અનુપમ ખેર અને ઉર્મિલા મતોંડકરની મૈનેં ગાંધી કો નહીં મારા પણ જોઈ શકો. ગાંધીજી સાથે આ ફિલ્મ સીધી રીતે જોડાઈ નથી, પરંતુ અનુપમ ખેરની ડિમેન્શિયાની બીમારી અને નાનપણના ગાંધી અસેસિનેશનની ઘટનાને જોડી સારી ફિલ્મ બનાવી છે.

જોકે માત્ર ફિલ્મો જોવાથી નહીં પણ પરંતુ ગાંધીના સિદ્ધાંતોને અપનાવવાથી આપમે તેમને ખરી શ્રદ્ધાંજલિ આપીશું.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button