નેશનલમનોરંજનમેટિનીસ્પેશિયલ ફિચર્સ

ફિલ્મનામાઃ મુંબઈ માફિયા: પોલીસ ટ/ત ધ અન્ડરવર્લ્ડ

-નરેશ શાહ
ભાવતી વાનગી ખાવી જેમ અવારનવાર ખાવી ગમે તેમ મુંબઈના અન્ડરવર્લ્ડની વાતો પણ વાંચવી-સાંભળવી અને ફિલ્મોરૂપે જોવી ગમે, જેમકે..

‘કંપની’ – ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’- ‘અબ તક છપ્પન’- ‘સરકાર’ , ઈત્યાદિ, મુંબઈ -દાઉદ ઈબ્રાહિમ અને મુંબઈ પોલીસ પર આવી અનેક સુપરહીટ ફિલ્મો બની ચુકી છે. જોકે હવે તેમાં એક ઓથેન્ટિક ઉમેરો થયો છે. ગયા વર્ષે મુંબઈના અન્ડરવર્લ્ડ પર બનેલી ડોક્યુમેન્ટરી ‘નેટફ્લિક્સ’ પર સ્ટ્રીમ થઈ છે: ‘મુંબઈ માફિયા: પોલીસ વર્સસ ધ અન્ડરવર્લ્ડ.’ રાઘવ દર અને ફ્રાન્સીસ લોંગહર્સ્ટે બનાવેલી આ ડોક્યુમેન્ટરીમાં આમ જુઓ તો એકપણ વાત એવી નથી કે જે આપણે જાણતાં નથી. આમ છતાં, મુંબઈના અન્ડરવર્લ્ડ પર બનેલી તમામ ફિલ્મ કરતાં તેનું વજન વધારે આંકવું પડે, કારણ કે અહીં હોર્સીસ માઉથ (લાગતા-વળગતાં લોકોના મોંએ) કહેવાયેલી વાતોનો દસ્તાવેજ છે. બેશક, આ ડોક્યુમેન્ટરીનું ફોકસ માત્ર દાઉદ ઈબ્રાહિમ અને એની ગેંગ પર છે એટલે મુંબઈના બીજા ડોનનો ઉલ્લેખ સુધ્ધાં નથી. સચ્ચાઈ પણ એ છે કે મુંબઈનું માફિયા વર્લ્ડ દાઉદ ઈબ્રાહિમને કારણે જ કુખ્યાત બન્યું છે. ૮૦-૯૦ દશકાના પૂર્વાર્ધ માથું ઊંચકીને પથરાઈ ગયેલા દાઉદ ઈબ્રાહિમ અને એની ગેંગને નાથવા માટે મુંબઈ પોલીસે ચોપ વધારી ત્યારથી આ ડોક્યુમેન્ટરીની શરૂઆત થાય છે.

એ વખતે મુંબઈની ક્રાઇમ બ્રાંચના સીપી આફતાબ અહેમદ ખાન (એ.એ. ખાન, જેમનું પાછળથી અવસાન થયું.) હતા. એમણે જ દાઉદ વિરુદ્ધ ઉપાડેલી ઝુંબેશમાં માયા ડોળસ (જેના એન્કાઉન્ટર પર ફિલ્મ બની), દિલીપ બુવા વગેરેના એન્કાઉન્ટર થયા, પણ… એ પછી આવેલા પોલીસ કમિશ્નર ત્યાગીએ માફિયાઓના સફાયા માટે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ અફસરોને જન્મ આપ્યો અને લગભગ બારસોથી ૨૦૦૦ વચ્ચે એન્કાઉન્ટર થયાં. આમાંના કેટલાક એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટનાં ઢગલાબંધ ‘પરાક્રમ’ એટલાં ચર્ચાસ્પદ થયા કે છેક અમેરિકન ‘ટાઇમ’ મેગેઝિન સુધી ચમક્યા અને ત્યારબાદ પ્રદીપ શર્મા, રવિન્દ્ર આંગ્રે (અને દયા નાયક) જેવા આ પોલીસ અધિકારીઓને નકલી એન્કાઉન્ટર મુદ્દે જેલ પણ થઈ… ‘મુંબઈ-માફિયા’માં એ.એ. ખાન, પ્રદીપ શર્મા, રવિન્દ્ર આંગ્રે જેવા પોલીસ અફસર ઉપરાંત એસ. હુસૈન ઝૈદી, પૂજા ચાંગોઈવાલા, મીન્ટી તેજપાલ, એલૈક્સ પેરી ( ‘ટાઇમ’ મેગેઝિનના સંવાદદાતા)ના ઇન્ટરવ્યૂ પણ છે. એલેક્સ પેરીએ જ ‘ટાઇમ’ મેગેઝિનમાં લખેલા રિપોર્ટ પછી ‘એન્કાઉન્ટર સ્કવોડ’ની કાર્યપદ્ધતિ પર ભીંસ વધી હતી. એલૈક્સ ખુદ સ્વીકારે છે કે, મને બહુ આશ્ર્ચર્ય થતું હતું કે બારસો એન્કાઉન્ટર થયા છતાં એ એન્કાઉન્ટર કરનારાંને ક્યારેક કોઈ સજા નહોતી થઈ કે ગોળીનો ઘસરકો પણ થયો નહોતો!’ ડોક્યુમેન્ટરીમાં જે તે સમયના વીડિયો-ફૂટેજ પણ દેખાડવામાં આવ્યા છે, જેમાં દાઉદ ઈબ્રાહિમ પણ છે તો જાણીતા પત્રકાર શેખર ગુપ્તાને પ્રદીપ શર્મા (૧૧૨ એન્કાઉન્ટર જેમના ચોપડે નોંધાયા છે.) ઇન્ટરવ્યૂ આપે છે ત્યારે એમની સાથે વિજય સાલસકર પણ દેખાય છે.

આ ડોક્યુમેન્ટરીની હાઇલાઇટ્સ એ છે કે તેમાં દાઉદ ઈબ્રાહિમના પાડોશી ઉપરાંત દાઉદની ગેંગમાં કામ કરી ચૂકેલાં શ્યામ કિશોરનો ઇન્ટરવ્યૂ પણ છે. મુંબઈ પોલીસ જ્યારે ‘ગુંડો દેખાય, ગુંડો મારું’ની તીવ્ર ઇચ્છા સાથે કામ કરતી હતી ત્યારે સલામત રહેવા માટે શ્યામ કિશોર મુંબઈ છોડીને ખોટા નામે ગોવા શિફ્ટ થઈ ગયો હતો. દસ વર્ષ પછી એણે મુંબઈમાં પગ મૂક્યો પછી પોતાના ગુના બદલ બે વર્ષની જેલ સજા પણ એણે ભોગવી હતી.ન મજા તો એ હતી કે એન્કાઉન્ટર સ્પેશિયલ સ્કવોડ જ્યારે માફિયાઓનો સફાયો કરતી હતી ત્યારે દાઉદ ઈબ્રાહિમ તો દુબઈ ભાગી ગયો હતો. આરોપ તો એવા પણ થતા હતા કે દાઉદ કે છોટા રાજન કે છોટા શકીલ કે અબુ સાલેમને ખટકતાં લોકોના જ મુંબઈમાં એન્કાઉન્ટર થતા હતા. સાચું – ખોટુ રામ જાણે. ‘મુંબઈ માફિયા’ ડોક્યુમેન્ટરીનુ મહત્ત્વ અવશ્ય છે, છતાં ઝીણવટ તેમજ અભ્યાસપૂર્ણ રીતે જુઓ તો આ ડોક્યુમેન્ટરીમાં બે વાત ઊડીને આંખે વળગે એવી છે.

એક, આખી ડોક્યુમેન્ટરીમાં ક્યાંય દયા નાયકનો નામ પૂરતો પણ ઉલ્લેખ થયો નથી. બીજી વાત એ કે દાઉદ ગેંગ સામે પડીને માયા ડોળસ, દિલીપ બુવા જેવા ગેન્ગસ્ટરોનો ખાતમો કરનારા એ.એ. ખાન નામના પોલીસ અધિકારીએ એન્કાઉન્ટરથી થતી સાફસૂફીનો સખત વિરોધ કર્યો હતો. એટલું જ નહીં, વિરોધ દર્શાવવા એમણે રાજીનામું આપીને પોલીસ ખાતામાંથી વહેલી નિવૃત્તિ લઈ લીધી હતી. આફતાબ એહમદ ખાન કદાચ, દાઉદ ગેંગ માટે કામ કરતાં યા એક ચોક્કસ લોકોના એન્કાઉન્ટર કરવામાં વિશ્ર્વાસ ધરાવતા નહોતાં એવું આપણે માનવું રહ્યું, કારણ કે માયા ડોળસ કે દિલીપ બુવા (દાઉદના ટોપ-ટેન ખાસ ગણાનારામાંના એક હતા)ના એન્કાઉન્ટર કરનારાં એ.એ. ખાન પછી માનવતા દૂહાઈ દેવા લાગ્યા હતાં. ‘મુંબઈ -માફિયા ડોક્યુમેન્ટરી’ આમ તો મુંબઈની અંધારી આલમનો એક નોંધનીય દસ્તાવેજ તો છે જ એ કહેવું પડે..

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત