Filmfare Awards: એવોર્ડ લીધા પછી ‘એનિમલ’ ફિલ્મના ગીત પર ઝૂમ્યા આ સ્ટાર્સ, વીડિયો વાઈરલ
ગાંધીનગર ખાતે ગઇકાલે 69મા ફિલ્મફેર એવોર્ડ્ઝનું રંગેચંગે સમાપન થયું. આ વખતે રણબીર કપૂરને ‘એનિમલ’ માટે બેસ્ટ એક્ટરનો તથા ‘રોકી ઔર રાની કી પ્રેમકહાની’ માટે આલિયા ભટ્ટને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. હાલમાં બંનેનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તેમણે એનિમલ ફિલ્મના ‘જમાલ કૂડુ’ ગીત પર ફિલ્મમાં જે રીતે બોબી દેઓલે તેના માથા પર ગ્લાસ રાખીને નાચતો જોવા મળે છે તે રીતે એવોર્ડ ફંક્શનમાં રણબીર અને આલિયા તેમના માથા પર ગ્લાસ રાખીને ઝૂમતા જોવા મળ્યા હતા અને એકબીજાને મળેલા એવોર્ડ બદલ આનંદ વ્યક્ત કર્યો હતો.
69મો ફિલ્મફેર એવોર્ડ રાહાના માતાપિતા માટે ખૂબ જ ખાસ રહ્યો. કપૂર દંપતિ માટે ડબલ સેલિબ્રેશનના માહોલ છવાયો હતો. બેસ્ટ એક્ટર અને બેસ્ટ એક્ટ્રેસ બંને એવોર્ડ પતિ પત્ની બંને જીતી ગયા. એક તરફ ક્રીમ કલરની સાડીમાં આલિયા ભટ્ટનો સ્ટનિંગ લુક લાઇમલાઇટમાં રહ્યો તો બીજી તરફ રણબીર અને આલિયાના ડાન્સ પર્ફોર્મન્સે પણ ઓડિયન્સનું દિલ જીતી લીધું હતું.
ફિલ્મફેરે તેના ઓફિશીયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ‘જમાલ કૂડુ’ ગીત પર જે રીતે બંને ઝૂમ્યા તે વીડિયો શેર કર્યો છે. સોશિયલ મીડિયા પર પણ લોકો તેનું અલગ અલગ રિએક્શન આપી રહ્યા છે. રાહાના મમ્મી પાપાની મસ્તીને જોઇને લોકો પણ ખુશ થઇ રહ્યા છે. ડાન્સ કરતા કરતા જ રણબીરે આલિયાને કિસ કરી લીધી હતી. વીડિયો જોનારા તમામ લોકો રણબીર અને આલિયાને બેસ્ટ અને ક્યૂટ કપલ ગણાવી રહ્યા છે.