Filmfare Awards 2024: પઠાણ-ગદરને પાછળ છોડી આ ફિલ્મે મેળવ્યા બે એવોર્ડ
ફિલ્મફેર એવોર્ડ મેળવવા એ કોઈ પણ માટે ગર્વની વાત હોય જ. ઘણા બધા એવોર્ડ્ની ભરમાર વચ્ચે પણ ફિલ્મફેરની બ્લેકબ્યૂટી જેવી ટ્રોફી આજે પણ તમારા કામ પર શ્રેષ્ઠતાના સિક્કા જેવી છે. આ વખતે ફિલ્મફેરમાં એનિમલ, રોકી ઔર રાની કી પ્રેમકહાની, અને 12મી ફેલએ બાજી મારી, પરંતુ આ બધા વચ્ચે એક ફિલ્મનું નામ ત્રણવાર લેવાયું અને તે છે બિહારી બાબુ મનોજ વાજપેયીની જોરમ. આ ફિલ્મે પણ બે કેટેગરીમાં એવોર્ડ્સ મેળવ્યા છે. આ વખતે બહુ ગાજેલી પઠાણ, જવાન, ગદર-2 અને ડંકીનું ક્યાય નામ ન હતું ત્યારે આ ફિલ્મે લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
ફિલ્મફેર 2024 એવોર્ડ સમારોહમાં, આલિયા ભટ્ટને ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો જ્યારે રણબીર કપૂરને ‘એનિમલ’ માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો. આ રીતે કપૂર ખાનદાનમાં એક સાથે બે ટ્રોફી આવી. આ સિવાય વિકી કૌશલની ફિલ્મ સામ બહાદુરને પણ ઘણી કેટેગરીમાં એવોર્ડ મળ્યા હતા. વિક્રાંત મેસીની 12મી ફેલ પણ એવોર્ડ જીતી ગઈ. આ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર પણ સારું કલેક્શન કર્યું હતું, પરંતુ બોક્સ ઓફિસ પર ખાસ ન ચાલેલી જોરમ એવોર્ડમાં ઝળકી.
જોરમ આમ તો બે વાર રીલિઝ થઈ. એક તો ડિસેમ્બરમાં અને બીજી મિડ જાન્યુઆરીમાં. પણ બન્ને વાર દર્શકો સુદી પોહંચવામાં નિષ્ફળ રહી.
ફિલ્મફેર એવોર્ડ્સ 2024 સમારોહમાં જોરમને શ્રેષ્ઠ ફિલ્મ (ક્રિટિક) અને શ્રેષ્ઠ વાર્તાના પુરસ્કારો મળ્યા. આ ફિલ્મને ત્રણ કેટેગરીમાં નોમિનેશન મળ્યું હતું. તેના દિગ્દર્શક દેવાશિષ માખીજા છે અને તેણે તેની વાર્તા લખી છે. ફિલ્મમાં મનોજ ઉપરાંત મોહમ્મદ જીશાન અયુબ, તનિષ્ઠા મુખર્જી અને સ્મિતા તાંબે પણ મહત્વની ભૂમિકામાં છે.
જોરમ 8 ડિસેમ્બરે બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ હતી. પણ એનિમલ પણ રિલીઝ થી હતી. બાદમાં, જાન્યુઆરીના મધ્યમાં, તે દિલ્હી, હરિયાણા અને મહારાષ્ટ્રના ઘણા શહેરોમાં થિયેટરોમાં ફરીથી રજૂ કરવામાં આવ્યું હતું.