મનોરંજન

લાખ કે કરોડમાં નહીં, પણ ઝીરો બજેટમાં બની હતી આ ફિલ્મ, જાણી લો?

મુંબઈ: એક ફિલ્મ બનાવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ અને સેંકડો લોકોની મહેનત લાગે છે. ફિલ્મ રિલીઝ થયા બાદ શું ફિલ્મ સફળ થશે કે નહીં અને તેને બનાવવામાં લાગેલા ખર્ચ જેટલી પણ કમાણી ફિલ્મ કરશે કે નહીં તેવા અનેક પ્રશ્નો નિર્માણ થાય છે. એક મેગા બજેટ ફિલ્મ બનાવવા ઓછામાં ઓછા 100 કરોડ રૂપિયાની જરૂર પડે છે અને 1000 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી ફિલ્મો પણ આજે માર્કેટમાં છે, પણ તમને ખબર છે કે એક એવી ફિલ્મ છે જેને બનાવવા એક પણ રૂપિયો ખર્ચાયો નહોતો.

ઝીરો બજેટ ફિલ્મ, જાણીને નવાઈ લાગીને?, હાં પણ તે ખરું છે. 2017માં ‘બેફિકર બેસહારે’ (Befikar Besahare) નામની એક ફિલ્મ બનાવી હતી, જે એક ઝીરો બજેટ ફિલ્મ હતી. આ ફિલ્મ વડે સમાજને મજબૂત મેસેજ આપવા માટે લાઇટ-હારટેડ કોમેડી પ્લોટ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યો હતો. આ ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો છ એમબીએના વિદ્યાર્થીઓના જીવન પર આધારિત આ ફિલ્મ છે. આ ફિલ્મમાં કઇ રીતે એમબીએ દરમિયાન અને તેના બાદ વિદ્યાર્થીઓના જીવનમાં શું અને કેવા બદલાવ આવે છે એ આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો…
https://bombaysamachar.com/entertainment/tripti-dimri-latest-movie-update/

‘બેફિકર બેસહારે’ આ લાઇટ-હાર્ટેડ કોમેડી ફિલ્મને ઋત્વિજ વૈદ્યએ જ ડિરેક્ટ, પ્રોડ્યુસ અને લખી હતી. આ ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ મુંબઈ અને પુણેમાં થયું હતું. ઋત્વિજ વૈદ્યએ કહ્યું હતું કે એક ટ્રસ્ટે આ વિષય પર ફિલ્મ બનાવવા માટે મને પ્રસ્તાવ મોકલ્યો હતો. આ ફિલ્મ માટે ભલે બજેટ નહોતું તેમ છતાં મને લાગ્યું કે આ ફિલ્મ મારે બનાવવી છે અને મેં મારુ બેસ્ટ આપ્યું હતું.

આ પણ વાંચો…
https://bombaysamachar.com/entertainment/ranveer-singh-leave-india-advice/

ઈન્ડિયન ફિલ્મના ઇતિહાસમાં બનેલી પહેલી ઝીરો બજેટ ફિલ્મ બની હતી, પણ ફિલ્મ બનાવવા માટે અનેક મહત્ત્વની બાબતોની જરૂર હોય છે જેને માટે પૈસા ખર્ચ કરવા પડે છે. આ ફિલ્મને લઈને ઋત્વિજ વૈદ્યએ કહ્યું હતું કે ફિલ્મ એક ખાનગી એનજીઓ દ્વારા બનાવવામાં આવી હતી, જેથી ફિલ્મના એક્ટર્સ, સાઉન્ડ, એડિટિંગ, સ્ટુડિયો, લોકેશન, મેકઅપ અને કેટરિંગ પણ મફતમાં આપવામાં આવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button