આ કારણે 9મી ઓગસ્ટના નહીં રીલિઝ થાય Film Dharmveer-2, મેકર્સે કરી મહત્ત્વની જાહેરાત
મુંબઈઃ 9મી ઓગસ્ટના ક્રાંતિ દિવસ નિમિત્તે મરાઠી ફિલ્મ ધર્મવીર-2 રીલિઝ કરવાની જાહેરાક મેકર્સ દ્વારા થોડાક સમય પહેલાં જ કરવામાં આવી હતી, પરંતુ હવે રાજ્યમાં સર્જાયેલી પૂરની સ્થિતિ જોતા ફિલ્મની રીલિઝને પોસ્ટપોન કરવામાં આવી છે. જોકે, આ ફિલ્મની નવી રીલિઝ ડેટ શું હશે એની કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
બે વર્ષ પહેલાં રીલિઝ થયેલી ફિલ્મ ધર્મવીર…મુક્કામ પોસ્ટ થાણેએ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. આ ફિલ્મ રીલિઝ થયાના થોડાક દિવસ જ ફિલ્મનો બીજો ભાગ રીલિઝ કરવાની જાહેરાત કરવામાં આવી હતી અને હવે થોડાક દિવસમાં પહેલાં ફિલ્મની રીલિઝ ડેટની જાહેરાત પણ કરવામાં આવી હતી. પરંતુ રાજ્યમાં સર્જાયેલી પૂરજન્ય પરિસ્થિતિને ધ્યાનમાં લેતા હવે આ ફિલ્મની રીલિઝ ડેટને પાઠી ઠેલવામાં આવી છે.
ફિલ્મ સાથે સંકળાયેલા એક સભ્યએ માહિતી આપતા જણાવ્યું હતું કે છેલ્લાં કેટલાક દિવસોથી મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ નિર્માણ થઈ છે. અનેક ગામોમાં પાણી ભરાયા છે તો કેટલાય ગામો સંપર્ક વિહોણા બન્યા છે. આ જોઈને 9મી ઓગસ્ટના ફિલ્મી રીલિઝ કરવી યોગ્ય નથી લાગી રહ્યું. ટૂંક સમયમાં જ ફિલ્મની નવી રીલિઝ ડેટ જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચો : મા દીકરી જેવો હતો Aishwarya Rai-Bachchan-Jaya Bachchanનો સંબંધ અને…
ફિલ્મ ધર્મવીર-2ના ટીઝર, ગીત અને ટ્રેલરને સોશિયલ મીડિયા પર જબલો પ્રતિસાદ મળી રહ્યો છે, દર્શકોમાં આ ફિલ્મને લઈને ખાસ્સી એવી ઉત્સુક્તા જોવા મળી રહી છે. થોડાક દિવસ પહેલાં ફિલ્મના ટ્રેલર લોન્ચના ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક દિગ્ગજ લોકોએ હાજરી આપી હતી.