મનોરંજન

Happy Father’s Day: આ છે બોલીવૂડના Single Father

આજે 16મી જૂને આખું વિશ્વ ફાધર્સ ડે મનાવે છે. વિદેશોની આ પરંપરા હવે ભારતમાં પણ યુવાનો ઉજવે છે. ફાધર્સ ડેના દિવસે પિતા માટે કંઈક સ્પેશિયલ કરવાનું યુવાનો ચૂકતા નથી. બોલીવૂડમાં પણ મનાવાઈ છે ફાધર્સ ડે. આ વખતે અભિનેતા વરૂણ ધવન, નિર્દેશક આદિત્ય ધાર, જેસી જેવા યુવાનો પિતા બન્યા. જોકે બોલીવૂડમાં એવા યુવાનો છે જેમણે નવો ચિલો ચાતર્યો છે અને તેઓ લગ્ન ન કરતા કુંવારા બાપ કે સિંગલ ફાધર બન્યા છે.

તેમાં સૌથી પહેલું નામ આવે ફિલ્મસર્જક કરણ જોહરનું. કરણ 2017માં એક દીકરો અને એક દીકરીનો સરોગસી દ્વારા બાપ બન્યો હતો. દીકરાનું નામ તેણે પિતાના નામ પરથી યશ રાખ્યું છે જ્યારે દીકરીનું નામ છે રૂહી. કરણ સોશિયલ મીડિયા પર તેના અનુભવો શેર કરતો રહે છે.

Read more: Ambani Familyમાં પ્રવેશતા પહેલાં Radhika Merchantએ તોડી પરિવારની આ ખાસ પરંપરા?

જિતેન્દ્રના દીકરા અને અભિનેતા તુષાર કપૂરે પણ 2016માં સરોગસી દ્વારા એક દીકરાનો બાપ બનવાનું પસંદ કર્યુ હતું. લક્ષ્ય નામનો આ દીકરો તુષારના જીવનમાં ખૂબ જ આનંદ લાવ્યો છે અને તુષાર તેની સાથેના અનુભવો શેર કરતો રહે છે. Film industriમાં એવા કલાકારો પણ છે જેમના લગ્ન થયા હોવા છતાં તેઓ સિંગલ ફાધર છે. આવા જ એક પિતા છે કમલ હસન. બીજી પત્ની સારીકાથી કમલને બે દીકરાઓ શ્રૃતિ અને અક્ષરા થયા છે. કમલ અને સારીકા અલગ થઈ ગયા, પરંતુ બન્ને દીકરીઓ કમલ સાથે રહે છે અને સારી કરિયર ફોલો કરી રહ્યા છે.

Read more: તો શું હવે તેજસ્વી પ્રકાશ / કરણ કુન્દ્રા બ્રેકઅપના માર્ગે!

આ રીતે આર્યા સિરિઝથી પાછો લાઈમલાઈટમાં આવેલો ચંદ્રચુડ સિંહ પણ સિંગલ ફાધર છે. Shaarnjai તેના દીકરાનું નામ છે. પોતે દીકરાનું પાલનપોષણ કરવા ફિલ્મોથી દૂર રહે છે, તેમ તેણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું.
આ ઉપરાંત રાહુલ બોઝે છ બાળક દત્તક લીધા છે અને તેની સંભાળ તે લે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button