યેલો ડીપ નેક ડ્રેસમાં ફેન્સ પર કહેર વરસાવ્યો બી-ટાઉનની આ ફેશન ડીવાએ…

બોલીવૂડની બાર્બી ગર્લ તરીકે ઓળખાતી નુસરત ભરૂચાની સુંદરતાના દિવાનાઓની ભરમાર છે. નુસરત પોતાના હોટ એન્ડ બ્યુટીફૂલ ફોટોઝ પોસ્ટ કરીને ઈન્ટરનેટનો પારો ચઢાવતી રહી છે. હવે ફરી એક વખત એક્ટ્રેસે આવું જ કંઈક કર્યું છે. એક્ટ્રેસે હાલમાં જ યેલો ડ્રેસમાં પોતાના એવા ફોટો શેર કર્યા છે કે ફેન્સ તેના ફોટો પરથી નજર હટાવી શક્યા નહોતા.
નુસરતે પોતાની લેટેસ્ટ પોસ્ટથી ફેન્સને વિઝ્યુઅલ ટ્રીટ આપતી જોવા મળી હતી. એક્ટ્રેસે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી પોતાનો હોટ, બ્યુટીફૂલ અને સિઝલિંગ ફોટો શેર કર્યા છે.
પોસ્ટ કરેલાં ફોટોમાં નૂસરતે ડીપ નેકવાળો યલો ડ્રેસ પહેર્યો છે અને હંમેશની જેમ નુસરત એકદમ કમાલ લાગી રહી છે. આ લેટેસ્ટ ફોટોશૂટમાં એક્ટ્રેસ એકદમ સ્ટનિંગ અને તેનો અલગ જ સ્વેગ જોવા મળી રહ્યો છે, જે ફેન્સને પણ ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
નૂસરતના આ ફોટો જોઈને તેના ફેન્સ પોતાની દિલની ધડકનો પર કાબૂ રાખી શક્યા નહોતા. પોસ્ટ કર્યાની ગણતરીની સેકન્ડમાં જ તેના આ ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થવા લાગ્યા હતા અને તેના પર લાઈક્સ અને કમેન્ટનો વરસાદ થઈ રહ્યો છે. ફેન્સ નુસરતની સુંદરતાના વખાણ કરતાં નથી થાકી રહ્યા.