જાણીતી કોરિયોગ્રાફરનો કૂક નીકળ્યો ચોર, ખુદ કોરિયોગ્રાફરે કર્યો ખુલાસો…

હેડિંગ વાંચીને તમે કંઈ પણ ઊંધુ ચત્તુ વિચારો એ પહેલાં તમને જણાવીએ કે અહીં બોલીવૂડના જાણીતા કોરિયોગ્રાફર ફરાહ ખાન અને એમના વર્લ્ડ ફેમસ થઈ ગયેલા કૂક એટલે કે દિલીપની વાત થઈ રહી છે. દિલીપ અને ફરાહની ખાટીમીઠી નોકઝોક ફેન્સને ખૂબ જ પસંદ આવે છે અને એ જ અનુસંધાનમાં અહીં વાત થઈ રહી છે. દિલીપ ખુદ હવે સેલિબ્રિટી બની ગયો છે.
હાલમાં જ ફરાહના ફૂડ વ્લોગમાં ફરાહ અને દિલીપ બંને એક્ટર અંકિત ગુપ્તાના ઘરે પહોંચ્યા હતા. અંકિત ખુદ સિંગલ છે એટલે તેની પાસે જરૂરી કિચનનો સામાન નથી હોતો. ફરાહ અને દિલીપ એની મદદ કરવા માટે એક તવો ખરીદવા રોકાય છે અને અહીં દિલીપની ચોરી પકડાઈ જાય છે, આવો જોઈએ શું છે આખો મામલો-
આ પણ વાંચો: સૈફ અલી ખાન અને કરીનામાંથી બેસ્ટ કૂક કોણ, બેબોએ સિક્રેટ રિવીલ કર્યું?
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળે છે કે ખરીદી કરતી વખતે દુકાન પર ફરાહ ખાન અને દિલીપ વચ્ચે ઝઘડો થાય છે. તવો ખરીદવો કે નહીં એ મામલે થયેલી બોલાચાલીમાં દિલીપ કહે છે તે આ તવો લેવો જોઈએ અને ફરાહે કહ્યું કે તે આના પૈસા પોતાના કૂકની સેલેરીમાંથી કાપી લેશે તો દિલીપ આ સાંભળીને ભોળાભાવે કહે છે કે પૈસા તમે આપશો ને? ફરાહે દિલીપની મજાક ઉડાવતા કહ્યું કે હા ઠીક છે દિલીપ આના પૈસા આપી દે. દિલીપે પોતાના ખિસ્સામાંથી ક્રેડિટ કાર્ડ કાઢ્યું અને કહ્યું કે તમારું ક્રેડિટ કાર્ડ મારી પાસે છે…
દિલીપના આ માસ્ટર સ્ટ્રોક પર ફરાહ ચોંકી જાય છે અને દિલીપને પોતાનું કાર્ડ કાઢવા જણાવે છે. દિલીપે પોતાની પર્સમાંથી ફરાહનું કાર્ડ કાઢ્યું અને આ જોઈને ફરાહની આંખો પહોળી થઈ ગઈ. આ જોઈને ફરાહ ખાને કહ્યું કે હે ભગવાન, આ માણસ ચોર છે ચોર…
આ પણ વાંચો: ભૂલથી પણ પ્રેશર કૂકરમાં ના પકાવતા આ વસ્તુઓ નહીંતર…
ફરાહ ખાન અને દિલીપની જોડી નેટિઝન્સને ખૂબ જ પસંદ આવે છે. બંને જણ ઈન્ડસ્ટ્રીના વિવિધ સેલિબ્રિટીના ઘરે જઈને અલગ અલગ રેસિપી ટ્રાય કરતાં હોય છે અને આ દરમિયાન બંને વચ્ચેની તૂ તૂ મૈં મૈં યુઝર્સ એન્જોય કરે છે. દિલીપે હાલમાં શાહરૂખ ખાન સાથે એક એડ શૂટ કરી છે અને આ સિવાય તે ફરાહ ખાન સાથે ઈન્ટરનેશનલ ટૂર પર પણ ગયો હતો એ સમયનો વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે.