દીપિકા કક્કડની હેલ્થ અપડેટ્સથી ફેન્સને ચિંતાઃ પતિ શોએબે કહ્યું પ્રાર્થના કરો કે…

ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી બહુ દીપિકા કક્કડ અને તેના પતિ શોએબ ઈબ્રાહિમે સોશિયલ મીડિયા પર પોતાની બહુ મોટી ફેન ફોલોઈંગ ઊભી કરી છે. કપલ પોતાના યુટ્યૂબ વ્લોગ દ્વારા ફેન્સને દરેક વાત કહ છે. તેમના વીડિયો બહુ જોવાય છે. તાજેતરમાં કાશ્મીર ફરવા ગયા ત્યારે કપલે વીડિયો શેર કર્યા હતા, પરંતુ પહેલગામ હુમલા બાદ તેમના કોઈ રિએક્શન ન આવતા ફેન્સ અને નેટીઝન્સે તેમને ટ્રોલ કર્યા હતા. ત્યારબાદ બન્નેએ પોસ્ટ શેર કરી હતી.
જોકે શોએબની તાજી પોસ્ટથી ફેન્સ ચિંતામાં મૂકાઈ ગયા છે. શઓબે પોતાની પોસ્ટમાં પત્ની દીપિકાના હેલ્થ વિશે વાત કરી છે. દીપિકાના લીવરમાં ટેનિસ બોલ જેટલું મોટું ટ્યૂમર છે અને અત્યાર સુધીના રિપોર્ટ્માં ટ્યૂમર કેન્સરનું ન હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ હજુ અમુક ટેસ્ટ બાકી છે. શોએબ કહે છે કે દીપિકાની સર્જરી તો થશે અને આ રિપોર્ટ્સ બાદ ચિત્ર વધારે સપ્ષ્ટ થશે, પરંતુ આ કઠિન સમય છે અને દીપિકા દર્દમાં છે.
આપણ વાંચો: Jaya Bachchan અને Aishwarya Rai વચ્ચેની લડાઈનો આવ્યો અંત? શોપિંગ અને વેકેશન પર ગયા સાથે…
શોએબે વીડિયોમાં વિગતે વાત કરતા જણાવ્યું હતું કે અમે ચંદીગઢ ગયા ત્યારે દીપિકાને પેટમાં તકલીફ થઈ, પહેલા એસીડીટી સમજી ઈલાજ કર્યો અને પછી ડોક્ટરે આપેલી દવાથી સારું થઈ ગયું, પણ ફરી પાછો દુઃખાવો ઉપડતા અમે જ્યારે સિટિ સ્કેન કરાવ્યું ત્યારે જ ખબર પડી કે ટ્યૂમર છે.
શોએબે ફેન્સને અરજ કરી છે કે તેઓ દીપિકા માટે પ્રાર્થના કરે છે. જોકે ફેન્સ પણ દીપિકાના આ હેલ્થ અપડેટથી ચિંતિત છે.