રશ્મિકાનો ક્લાસિક લૂક જોઈને ચાહકો દંગ રહી ગયા, જાણો ક્યાં મારે છે લટાર?

હેનોઈઃ સાઉથના જાણીતા સ્ટાર વિજય દેવરકોંડા સાથે સગાઈના અહેવાલ વચ્ચે રશ્મિકા મંદાના તાજેતરમાં વિયેતનામની ટૂર પર છે. રશ્મિકાએ વિયેતનામની ટૂરના અનેક ફોટોગ્રાફ શેર કર્યાં છે. ફોટોગ્રાફ શેર કરતા તેના ક્લાસિક લૂકનો પરિચય થયો છે.

રશ્મિકા મંદાના સાથે દેવરકોંડા પણ જોવા મળે છે, જ્યારે તેના અફેરના સમાચારને વેગ મળ્યો હતો. રશ્મિકા મંદાના ઓરેન્જ કલરના લહેગા ચોલી પહેરીને કેમેરામાં ક્લાસિક ફોટોગ્રાફ શેર કર્યા છે. રશ્મિકા મંદાના ઓરેન્જ કલરના લહેગા-ચોલી પહેરી છે. આ લહેંગો ઉપરથી સાદો છે, પરંતુ નીચેથી હેવી વર્ક છે. લહેંગા સાથે ચુનરી પણ સ્ટાઈલિશ છે.
રશ્મિકાએ ડીપનેક ચોલી પહેરી છે, જ્યારે તેની જ્વેલરીએ પણ ધ્યાન ખેંચનારું છે. ગોલ્ડન કલરનો હાર અને કાનના ઝુમખા અને માથા પર બિંદી લગાવી છે. પોતાના લૂકને કમ્પ્લીટ કરવા માટે વાળને ખુલ્લા રાખવા સાથે સટલ મેક-અપ કર્યો છે.

રશ્મિકાએ ઈન્સ્ટાગ્રામ ફોટોગ્રાફ શેર કર્યા છે. ઈન્સ્ટાગ્રામ પર તસવીરો પોસ્ટ કરીને મસ્ત કેપ્શન લખ્યું હતું, જેમાં વિશિંગ માય ડાર્લિંગ લવ્સ ઓ ધ હેપ્પીનેશ, જોય એન્ડ ગૂડનેસ. લોકોને મકરસક્રાંતિની શુભેચ્છા આપી છે. આ તસવીરોને લાખો લોકોએ લાઈક કરવા સાથે હજારો લોકોએ કમેન્ટ કરી છે.
રશ્મિકાએ વિયેતનામની ગલીઓમાં લટાર મારતા ફોટોગ્રાફ પણ શેર કર્યા હતા. રશ્મિકાએ બ્લુ જેકેટમાં બ્યુટિફુલ લાગતી હતી. આ ફોટોગ્રાફને શેર કર્યા પછી પણ લોકોને એ અંદાજ પણ બહુ ગમ્યો હતો. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રશ્મિકા છેલ્લે રણબીર કપૂરની ફિલ્મ એનિમલમાં જોવા મળી હતી. રણબીર સાથે રશ્મિકાની જોડી પણ લોકોને વિશેષ પસંદ પડી હતી.

તમારી જાણ ખાતર જણાવી દઈએ કે નેશનલ ક્રશ તરીકે જાણીતી રશ્મિકા ફિલ્મો સિવાય સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે, જ્યારે તેના ફોલોઓર્સની સંખ્યા 41 મિલિયનથી વધુ છે, જ્યારે ઈન્સ્ટાગ્રામ પર પણ મર્યાદિત લોકોને ફોલો કરે છે.

‘એનિમલ’ ફિલ્મ પહેલા પુષ્પા ફિલ્મથી બોલીવૂડમાં જાણીતી બની હતી. પુષ્પા ફિલ્મમાં શ્રીવલ્લીના પાત્રથી ઘરે ઘરે જાણીતી બની હતી. ‘પુષ્પા’ ફિલ્મમાં અલુ અર્જુન સાથે સુપર અભિયનથી તેની લોકપ્રિયતા વધી હતી.