મનોરંજન

વિરાટ-અનુષ્કાના દીકરાની પહેલી ઝલક જોવા મળી ફેન્સને, તમે પણ કરો દીદાર…

મુંબઈ: સ્ટાર કિડ્સને લઇને સ્ટાર્સના ચાહકોના મનમાં તેટલો જ પ્રેમ હોય છે જેટલો જ પ્રેમ ફેન્સ પોતાના મનગમતા અભિનેતા-અભિનેત્રીના બાળકોને પણ કરતા હોય છે. સૈફ અલી ખાન અને કરીના કપૂરનો દીકરો તૈમુર હોય કે પછી તેમનો દીકરો જહાંગીર એટલે કે જેહ, પેપેરાઝી પણ તેમને પોતાના કેમેરામાં કંડારવા માટે આતુરતાથી રાહ જોતા હોય છે. આવો જ ક્રેઝ વર્લ્ડના બેસ્ટ બેટ્સમેનમાંના એક વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માના સંતાનોને લઇને રહ્યો હતો.

સૌથી પહેલા તો વિરાટ અને અનુષ્કાની દીકરી વામિકાની એક ઝલક જોવા માટે તેમના ચાહકો તલપાપડ હતા તો હવે બંનેના દીકરા અકાયની ઝલક જોવાની લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. સ્ટાર્સ પણ પોતાના નવા જન્મેલા બાળકને મીડિયા સામે લાવતા કે પછી તેમના ફોટોગ્રાફ્સ જાહેર કરતા બચતા હોય છે. જોકે, વિરાટ અને અનુષ્કાના દીકરા અકાયની પહેલી ઝલક અનુષ્કાએ લોકોને બતાવી હતી અને તે પણ પોતાની સોશિયલ મીડિયા સ્ટોરી દ્વારા.

હાલમાં જ અનુષ્કાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક તસવીર શેર કરી હતી જેમાં બે બાઉલમાં કલરફુલ પોપ્સિકલ્સ અને ગાજર તેમ જ કાકડી જોવા મળે છે. જોકે, આ બંને બાઉલની પાછળ એક નાનકડો હાથ જોવા મળે છે જે અકાયનો છે.
તસવીરમાં અકાયનો હાથ પોપ્સિકલ્સ ભરેલા બાઉલ તરફ જઇ રહ્યો છે અને તે તેમાંથી પોપ્સિકલ્સ લઇને ખાવાનો પ્રયત્ન કરી રહ્યો હોય તેવું જણાય છે. જોકે, આ તસવીર દ્વારા બંનેના ફેન્સને અકાયની પહેલી ઝલક એટલે કે તેના હાથના દીદાર તો થઇ ગયા હતા. હવે અકાયનો ચહેરો ક્યારે જોવા મળે છે તે સવાલ તો ફેન્સે અનુષ્કા અને વિરાટે જ પૂછવાનો રહેશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button