રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના ઉત્સાહમાં આ ફેમસ અભિનેતાએ કર્યો એવો ડાન્સ કે…
નવી દિલ્હીઃ એક તરફ આજે અયોધ્યામાં ખૂબ જ ધામધૂમથી અને પૂરા વિધિ-વિધાનથી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાયો. આજે જ્યાં આખા દેશમાં પ્રાણ પ્રતિષ્ઠાને કારણે દેશભરમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. બજાર, ગલીઓ અને કોલોની લાઈટિંગ અને રોશનાઈથી ઝગમગી ઉઠ્યા છે. મંદિરોમાં આજે એક અલગ જ પ્રકારનો દૈદિપ્યમાન માહોલ જોવા મળી રહ્યો છે.
અયોધ્યામાં હાજરી આપવા પહોંચેલા સેલેબ્સ અને મહાનુભાવોમાં એક અલગ જ પ્રકારની એક્સાઈટમેન્ટ જોવા મળી હતી. આ બધા વચ્ચે બી-ટાઉનના એક્ટર રાજપાલ યાદવે પોતાની ખુશી એકદમ અલગ જ પ્રકારે પ્રગટ કરી હતી. સોશિયલ મીડિયા પર રાજપાલ યાદવનો આ વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે અને લોકો એના પર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. આવો જોઈએ શું કર્યું રાજપાલ યાદવે કે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે…
વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં રાજપાલ યાદવના હાથમાં જયશ્રી રામનો ઝંડો જોવા મળી રહ્યો છે અને આ ઝંડાને લઈને જ રાજપાલ ઉછળી ઉછળીને ડાન્સ કરીને ખુશી મનાવતા જોવા મળી રહ્યો છે. આસપાસ પુષ્કળ ભીડ જોવા મળી રહી છે પણ કોઈની પણ પરવાહ કર્યા વિના અભિનેતા બસ મનમૂકીને નાચતો જોવા મળી રહ્યો છે.
રાજપાલ યાદવને આ રીતે ઉછળ-કૂદ કરીને નાચતો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સને વાનરસેના અને ભગવાન હનુમાનની યાદ આવી ગઈ હતી. આ વાઈરલ વીડિયો પર કમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું હતું જય શ્રી રામ ભાઈ… આ ખરેખર અદ્ભૂત દ્રશ્ય છે અને આ જોઈને મન ખૂબ જ ખુશ થઈ ગયું. બીજા એક યુઝરે લખ્યું હતું કે ભાઈ વાનરસેનામાં પણ આજે આ જ ઉત્સાહ અને જોશ જોવા મળી રહ્યો હશે.
અહીંયા તમારી જાણ માટે કે આ વીડિયો પછી રાજપાલ યાદવે એક બીજો વીડિયો શેર કર્યો હતો જેમાં તે ભગવા રંગના વસ્ત્રો પહેરીને ગળામાં એક પતાકો પહેરીને દેશવાસીઓ આ ખાસ દિવસની વધામણી આપતા જોવા મળી રહ્યા છે. તેનો આ વીડિયો પણ સોશિયલ મીડિયા યુઝર્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને લોકો એના પર પણ લાઈક્સ અને કમેન્ટનો વરસાદ કરી રહ્યો છે.