આમિર ખાનના લવ અફેર્સની વાત કરતો ફૈસલ પોતે મિસ્ટ્રી વુમન વીડિયોમાં ઝડપાઈ ગયો તો…
મનોરંજન

આમિર ખાનના લવ અફેર્સની વાત કરતો ફૈસલ પોતે મિસ્ટ્રી વુમન વીડિયોમાં ઝડપાઈ ગયો તો…

આમિર ખાનના ભાઈ અને એક બે ફિલ્મોમાં દેખાયેલા ફૈઝલે ખાને ગયા અઠવાડિયે સનસનાટી ફેલાવી હતી. સૌથી પહેલા તો તેણે પરિવાર સાથે સંબંધો તોડી નાખવાની જાહેરાત કરી. માતા તાહિરાથી માંડી ભાઈ આમિર ખાન સાથેના તમામ સંબંધો તેણે તોડી નાખવાની અને તેમણે તેને હેરાન કર્યો હોવાની વાત કરતી પોસ્ટ મૂકી.

ત્યારબાદ બીજા દિવસે ફૈઝલે એક પ્રેસ કોન્ફરન્સ લીધી અને તેમાં ફરી પરિવાર સામે મોરચો ખોલ્યો અને કોર્ટમાં જવાની વાત પણ કરી. આ સાથે તેણે અભિનેતા આમિર ખાન પર ગંભીર આક્ષેપો કર્યા. આમિરને બ્રિટિશ પત્રકાર સાથે સંબંધો હોવાનું અને તેમનુ એક સંતાન હોવાનો દાવો તેણે કર્યો.

જે આમિર ખાનનું લવ ચાઈલ્ડ છે અને લંડનમાં મોડેલિંગ કરે છે તેમ પણ તેણે જણાવ્યું હતું. આ બાળકને આમિરે અપનાવવાની ના પાડી હતી અને અબોર્શન કરવા કહ્યું હોવાનું પણ ફૈઝલે જણાવ્યું હતું. પણ ગઈકાલે ફૈઝલ પોતે જ એક મિસ્ટ્રી વુમન સાથે દેખાયો હતો.

આ મહિલા સાથે તેને પાપારાઝીએ જ્યારે ઝડપ્યો ત્યારે ફૈઝલનો મૂડ ઓફ થયો હતો અને તેણે કેમેરામેન સાથે જીભાજોડી પણ કરી હતી. જોકે આ મહિલા કોણ છે તે વિશે કોઈ માહિતી નથી, પરંતુ ફૈઝલને ફોટા માત્રથી ગુસ્સો આવી ગયો.
ફૈઝલ અપરિણિત છે અને તેણે પોતાના બધા ભાઈ-બહેનના બે ત્રણ લગ્ન થયા છે અને છતાં તેઓ મને લગ્ન કરવા દબાણ કરે છે.

આ પણ વાંચો…ફૈઝલ ખાનનો આમિર પર ગંભીર આક્ષેપઃ આમિર વધુ એક બાળકનો બાપ, જાણો માતા વિશે

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button