આ એક્શન થ્રીલર ફિલ્મે નેટફ્લિક્સ પર ધૂમ મચાવી, પાંચ દિવસમાં 4 કરોડ વ્યુઝ મળ્યા

મુંબઈ: ઓવર ધ ટોપ (OTT) પ્લેટફોર્મ્સ આવતા મનોરંજન ક્ષેત્રે ક્રાંતિ આવી છે. મનોરંજન હાથવગું બનતા લોકો કલાકોના કલાકો ફિલ્મો અને વેબ સિરીઝ જોવામાં ગાળે છે. હાલ નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી જર્મન એક્શન ફિલ્મ એક્સ્ટ્રાટેરિટોરિયલ (Extraterrestrial film on Netflix) ગ્લોબલ ચાર્ટ ધૂમ મચાવી રહી છે. ફિલ્મ સ્ટ્રીમ થયાના માત્ર પાંચ દિવસમાં 40 મિલિયન (ચાર કરોડ) વ્યૂઝ મળ્યા છે

એક્સ્ટ્રાટેરિટોરિયલ ફિલ્મ વિશ્વભરના પ્રેક્ષકોને ખુબ પસંદ પડી રહી છે. આ એક એક્શન થ્રિલર ફિલ્મ છે જેમાં જર્મન અભિનેત્રી જીએન ગૌરસૌ મુખ્ય ભૂમિકામાં છે. નેટફ્લિક્સના સત્તાવાર ડેટા અનુસાર, આ ફિલ્મને 40 મિલિયન વ્યૂઝ મળ્યા છે, જે આ અઠવાડિયાની સૌથી વધુ જોવાયેલી ફિલ્મ છે.
એક્સ્ટ્રાટેરીટોરિયલ ફિલ્મમાં સસ્પેન્સ, એક્શન અને ડ્રામા મિક્સ છે. ફિલ્મની વાર્તા ખુબ કોમ્પ્લેક્સ અને એન્ગેજીંગ છે. જીએન ગૌરસૌના એક્ટિંગ અને ફિલ્મના શાનદાર ડાયરેકશનને કારણે ફિલ્મ દર્શકોમાં લોકપ્રિય બની છે. તેની સિનેમેટોગ્રાફીની પણ ખુબ પ્રસંશા થઇ રહી છે.
ફિલ્મના એક્શન સિક્વન્સ દર્શકોને સ્ક્રીન સામે જકડી રાખે છે. જીન ગૌરસૌડની એક્ટિંગ પાત્રને જીવંત બનાવે છે. જો તમને એક્શન અને થ્રિલરનો શોખ છે, તો તમારે ચોક્કસપણે એક્સ્ટ્રાટેરીટોરિયલ ફિલ્મ જોવી જોઈએ.
આપણ વાંચો: પાકિસ્તાની હારે તો પલટવાર જરૂર કરે છેઃ રીતિક રોશનની ફિલ્મનો ડાયલૉગ થયો વાયરલ
OTT ક્ષેત્રે નેટફ્લિક્સનું વર્ચસ્વ:
તાજેતરના વર્ષોમાં, નેટફ્લિક્સે તેના ઓરીજીનલ કન્ટેન્ટને આધારે વૈશ્વિક મનોરંજન ઉદ્યોગમાં એક મજબૂત સ્થાન સ્થાપિત કર્યું છે. એક્સ્ટ્રાટેરિટોરિયલની સફળતા એ વાતનો પુરાવો છે કે નેટફ્લિક્સ માત્ર હોલીવુડ જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સિનેમાને પણ પ્રોત્સાહન આપે છે. આ વર્ષે નેટફ્લિક્સે ઘણી હિટ ફિલ્મો અને સિરીઝ આપી છે, જેમાં ધ ઇલેક્ટ્રિક સ્ટેટ, એડોલેસન્સ અને બેક ઇન એક્શન જેવા કન્ટેન્ટનો સમાવેશ થાય છે.