મનોરંજન

કર્વી ફિગર ફ્લોન્ટ 51 વર્ષની આ અભિનેત્રીના ફોટો જોશો તો છૂટી જશે પસીના…

બોલીવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા ભલે ફિલ્મોથી દૂર રહેતી હોય પણ તે પોતાની પર્સનલ લાઈફની ડે ટુ ડેની અપડેટ્સ ફેન્સ સાથે શેર કરીને તેમની સાથે કનેક્ટેડ રહેતી હોય છે. મલાઈકા અવારનવાર પોતાના લેટેસ્ટ ફોટોશૂટના ફોટો, વીડિયો કે ફિટનેસ રિલેટેડ વીડિયો શેર કરે છે અને મિનિટોમાં આ પોસ્ટ વાઈરલ થઈ જતી હોય છે. 51 વર્ષની ઉંમરે પણ મલાઈકાની સુંદરતા અને ફિટનેસ જોઈને હર કોઈ દંગ રહી જાય છે. હાલમાં જ મલાઈકાએ પોતાના લેટેસ્ટ ફોટોશૂટના કેટલાક ફોટો શેર કર્યા છે. આ ફોટો જોઈને ફેન્સની હાર્ટબીટ ફાસ્ટ થઈ ગઈ હતી. આવો જોઈએ શું છે ખાસ આ ફોટોમાં…

મલાઈકા અરોરાએ આજે બુધવારે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાના સુંદર ફોટો શેર કર્યા હતા. પોસ્ટ કરેલાં ફોટોમાં મલાઈકા વ્હાઈટ કલરના આઉટફિટમાં જોવા મળે છે. મલાઈકાએ શેર કરેલાં ફોટોમાં તે સ્ટાઈલિશ પોઝ આપતી જોવા મળી રહી છે. મલાઈકા ફોટોમાં એકદમ બેબાક રીતે કર્વી ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. સ્ટાઈલિશ આઉટફિટની સાથે એક્ટ્રેસની કર્લી હેરસ્ટાઈલે તેના લૂકમાં ચાર ચાંદ લગાવી દીધા હતા.

Malaika Arora Spotted with Kumar Sangakkara

મલાઈકા અરોરાના આ ફોટો સોશિયલ મીડિયા પર જોતજોતામાં વાઈરલ થઈ ગયા હતા. મલાઈકા અરોરાના ફોટોશૂટના ફોટો પર યુઝર્સ લાઈક અને કમેન્ટ કરીને પ્રેમ વરસાવી રહ્યા છે. યુઝર્સ તેના આ ફોટો જોઈને તેની ફિટનેસ અને સુંદરતાના વખાણ કરતા નથી થાકી રહ્યા. મલાઈકા અરોરા પોતાની જાતને ફિટ રાખવા માટે યોગ અને વ્યાયામ કરે છે. તેના જિમ પર જતા વીડિયો અને ફોટો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં હોય છે.

આ પણ વાંચો: મલાઈકા અરોરાએ ડીપનેક અનારકલી સૂટમાં આપ્યા મનમોહક પોઝ, ચાહકો ખુશ

મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે અવારનવાર પોતાના ફોટો અને વીડિયો શેર કરે છે, જેને યુઝર્સ ખૂબ જ પસંદ કરતાં હોય છે. મલાઈકા ફિલ્મી દુનિયાથી ભલે દૂર રહે છે પણ તે ડાન્સિંગ શો જજ કરીને કે એડ્સમાં જોવા મળતી હોય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button