તો શું રિતિક રોશને સબા આઝાદ સાથે બીજા લગ્ન કરી લીધા….! અભિનેતાની પોસ્ટે હલચલ મચાવી
બોલિવૂડ એક્ટર રિતિક રોશન લાંબા સમયથી સબા આઝાદને ડેટ કરી રહ્યો છે. બંને ઘણીવાર પાર્ટી અને વેકેશન પર સાથે જોવા મળે છે. રિતિક રોશન અને સબા આઝાદ ઘણીવાર સોશિયલ મીડિયા દ્વારા એકબીજા પર પ્રેમ વરસાવતા જોવા મળે છે. બંને પોતાના સંબંધો વિશે વાત કરતા ક્યારેય શરમાતા નથી. સબા રિતિકના ઘરે દરેક ફંક્શન અને ડિનર પાર્ટીમાં ભાગ લેતી જોવા મળે છે. ગણેશ ઉત્સવ વખતે પણ રિતિક અને સબા એકસાથે બાપ્પાની આરતી કરતા જોવા મળ્યા હતા. સબાનું માત્ર રિતિક સાથે જ નહીં પરંતુ તેના પરિવારના દરેક સભ્ય સાથે સારું બોન્ડિંગ છે. બંને કલાકારો તેમના સંબંધોની ત્રીજી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છે. હવે આ પ્રસંગે રિતિક રોશને વર્ષગાંઠની પોસ્ટ શેર કરીને ચાહકોને મૂંઝવણમાં મૂક્યા છે. અભિનેતાની પોસ્ટ જોયા પછી, યુઝર્સ તેના લગ્ન વિશે અટકળો લગાવી રહ્યા છે.
એમ કહેવું ખોટું નહીં હોય કે અભિનેતાના કેપ્શને તેના ફોટા કરતાં વધુ ધ્યાન આકર્ષિત કર્યું છે. ફોટો શેર કરતી વખતે રિતિકે લખ્યું, હેપ્પી એનિવર્સરી પાર્ટનર…. 1.10.2024. સબાએ પણ આ જ ફોટો પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યો હતો અને લખ્યું હતું , ‘હેપ્પી 3 વર્ષ પાર્ટનર (હાર્ટ ઈમોજી) 1.10.2024.’ આ પોસ્ટ પર રિતિકની પૂર્વ પત્ની સુઝેન ખાન ઉપરાંત ઘણા સ્ટાર્સે પોતાની પ્રતિક્રિયા આપી હતી. અભિનેતાના ચાહકો પણ તેના ફોટા પર જોરદાર કમેન્ટ કરી રહ્યા છે અને ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે.
રિતિક રોશન અને સબા આઝાદે હજી લગ્ન કર્યા નથી. તેથી તેમની એનિવર્સરીની પોસ્ટ જોયા પછી ચાહકો મૂંઝવણમાં પડી ગયા કે બંનેએ ક્યારે લગ્ન કર્યા? એક યુઝરે તો સવાલ કર્યો હતો કે, ‘શું તેઓ પરિણીત છે?’ જ્યારે બીજાએ પૂછ્યું હતું કે, ‘તમે લગ્ન વિશે જણાવ્યું નથી, હવે એનિવર્સરી કેવી રીતે.’ એકે પૂછ્યું હતું કે, ‘શું આ બંનેએ છૂપી રીતે લગ્ન કર્યા છે?’ જોકે, કપલે લગ્ન નથી કર્યા પરંતુ તેમના સંબંધોને 3 વર્ષ થઈ ગયા છે અને તેઓ તેમના સંબંધની ત્રીજી એનિવર્સરી ઉજવી રહ્યા છે.
નોંધનીય છે કે સબા પહેલા રિતિકે સુઝેન ખાન સાથે લગ્ન કર્યા હતા. સુઝેન અને રિતિકને બે પુત્રો છે. લગ્નના 14 વર્ષ બાદ બંનેએ ડિવોર્સ લીધા હતા. તેમના ડિવોર્સથી ચાહકોને પણ ઘણું આશ્ચર્ય થયું હતું. જોકે, હવે બંને તેમના જીવનમાં આગળ વધી ગયા છે. સુઝેન હવે અર્સલાન ગોનીને ડેટ કરી રહી છે. બંને ઘણીવાર વેકેશન અને ડિનર ડેટ પર સાથે જોવા મળે છે.