થલપતિ વિજયની ફિલ્મ GOATએ 3 દિવસમાં કરી આટલા કરોડની કમાણી
મુંબઇઃ દક્ષિણ ભારતીય ફિલ્મોનો ક્રેઝ ઘણીવાર બોક્સ ઓફિસ પર જોવા મળે છે. ‘બાહુબલી’, ‘RRR’ એવી કેટલીક ફિલ્મો છે, જેનો ક્રેઝ આજે પણ લોકોને છે. એવી જ રીતે હવે વધુ એક સાઉથ ફિલ્મ આવી છે, જેની વાર્તાએ લોકોને ખૂબ પ્રભાવિત કર્યા છે. આ ફિલ્મ છે GOAT.
થલપતિ વિજય સ્ટારર ફિલ્મ GOAT ગુરુવારે થિયેટરોમાં રિલીઝ થઈ હતી. એક અહેવાલ મુજબ GOATએ ભારતમાં બોક્સ ઓફિસ પર રૂ.100 કરોડનો આંકડો વટાવી દીધો છે. GOAT એક પીરિયડ સાયન્સ ફિક્શન ફિલ્મ હોવાનું કહેવાય છે.
ફિલ્મે ગુરુવારે રૂ. 44 કરોડ (તમિલમાં રૂ. 39.15 કરોડ; હિન્દી: રૂ. 1.85 કરોડ, તેલુગુ: રૂ. 3 કરોડ)ની કમાણી કરી હતી. ફિલ્મે શુક્રવારે લગભગ રૂ. 25.5 કરોડ (તમિલ: રૂ. 22.75 કરોડ; હિન્દી: રૂ. 1.4 કરોડ; તેલુગુ: રૂ.1.35 કરોડ)ની કમાણી કરી હતી. ત્રીજા દિવસે, ફિલ્મે રૂ.33 કરોડનું કલેક્શન કર્યું (તમિલ: રૂ. 29.1 કરોડ; હિન્દી: રૂ. 2.15 કરોડ; તેલુગુ: ભારતમાં રૂ. 1.75 કરોડ). પ્રારંભિક અંદાજ મુજબ. અત્યાર સુધીમાં ફિલ્મે રૂ. 102.5 કરોડની કમાણી કરી છે. વિશ્વભરના કલેક્શનની વાત કરીએ તો આ ફિલ્મ 200 કરોડ રૂપિયાની કમાણી તરફ આગળ વધી રહી છે.
આ પણ વાંચો….3 કટ અને 10 બદલાવ સાથે રિલીઝ થશે Kangana ranaut ની ફિલ્મ ઇમરજન્સી, સેન્સર બોર્ડે આપી મંજૂરી
થલપતિ વિજયને સાઉથ સિનેમાના મોટા સુપરસ્ટાર માનવામાં આવે છે. શાહરૂખ ખાન કે સલમાન ખાનની ફિલ્મોની જેમ સાઉથમાં તેમની ફિલ્મની રાહ જોવામાં આવે છે. 5 સપ્ટેમ્બરે બિગ બજેટ ફિલ્મ ‘GOAT’ રીલિઝ થઈ હતી. આ ફિલ્મ ટિકિટ બારી પર પણ સારી કમાણી કરી રહી છે. આ ફિલ્મના ત્રણ દિવસના ક્લેક્શનના આંકડાઓ જોતા લાગે છે કે તે થોડા દિવસોમાં તેની કિંમત વસૂલ કરી લેશે.
GOAT ફિલ્મમાં થલપતિ વિજય ડબલ રોલમાં જોવા મળે છે. આ ઉપરાંત મીનાક્ષી ચૌધરી, માલવિકા શર્મા, પ્રશાંત અને પ્રભુદેવા મહત્વના રોલમાં છે. ફિલ્મનું નિર્દેશન વેંકટ શંકર પ્રભુ રાજાએ કર્યું છે.