મનોરંજન

આ weekendમાં તમારી માટે છે Entertainment, Entertainment, Entertainment, આ યાદી જોઈ લો

ગયા અઠવાડિયે શાહિદ કપૂર અને કૃતિ સેનને રોબોટ-હ્યુમન લવસ્ટોરી તેરી બાંતોમે ઐસા ઉલઝા જીયા રિલીઝ થઈ. તેને મિક્સ રિસ્પોન્સ મળી રહ્યો છે. આ weekendમાં કંઈ નવું નથી, પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે આ શનિ-રવિ તમારે ઘરની બહાર જવાની જરૂર નહીં પડે. ના મહેરબાની કરીને લૉકડાઉન જેવો શબ્દ યાદ પણ ન કરતા હો… કોઈ લોકડાઉન કે કરફ્યુ નથી, પણ તમારા મોબાઈલમાં અલગ અલગ ઓટીટી પ્લેટફોર્મ પર ઘણી ફિલ્મો અને વેબ સિરિઝ રિલિઝ થવાની છે. મોટા ભાગની રિલિઝ આજે એટલે કે 9 ફેબ્રુઆરીએ થઈ ચૂકી છે.

જો તમને OTT પર મૂવીઝ અને વેબ સિરીઝ જોવાનું પસંદ હોય તો આ રિપોર્ટ્સ તમારા માટે છે.

આ અઠવાડિયે કુલ 13 વેબ સિરીઝ અને ફિલ્મો રિલીઝ થઈ રહી છે. તેમાં ભૂમિ પેડનેકરથી લઈને સુષ્મિતા સેન સુધીની અભિનેત્રીઓની ફિલ્મો અને વેબ શોનો સમાવેશ થાય છે. આ અઠવાડિયે,તા. 8 થી 11 ફેબ્રુઆરી સુધી, કુલ 13 ફિલ્મો અને વેબ સિરીઝ OTT પર રિલીઝ થવા જઈ રહી છે.

આ લિસ્ટમાં જિતેન્દ્ર કુમારની લંતરાનીથી લઈને મહેશ બાબુની ફિલ્મ ગુંટુર કરમનો સમાવેશ થાય છે. જેમાં કોમેડી, સસ્પેન્સ, મર્ડર મિસ્ટ્રી તેમજ રોમાન્સ પણ સામેલ છે.

તો આ અઠવાડિયાની રિલિઝની યાદી તમને આપી દઈએ. જેમાં છે Abbott Elementary Season 3 જે ગઈ કાલે એટલે કે 8 ફેબ્રુઆરીએ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રીલિઝ થઈ છે. બીજું નામ છે One Day, જે પણ ગઈકાલે નેટફ્લિક્સ (netflix) પર રીલિઝ થઈ છે. ત્રીજું નામ સાંભળીને તમને હસવું આવશે એ છે છે ખીચડી 2: મિશન પંથુકિસ્તાન જે આજે રીલિઝ થઈ છે અને Zee5 પર તમે જોઈ શકશો. Zee5 પર બીજી નવી સિરિઝ છે લંતરાની. પંચાયતનો જિતેન્દ્ર યાદ છે ને. આ તેની સિરિઝ છે, જે આજથી જોઈ શકાશે. આ ઓટીટી પ્લેટફોર્મ પર બીજી એક રિલિઝ છે Kaatera, જે આજથી જોઈ શકાશે આ સાથે તમે આ જ પ્લેટફોર્મ પર જોઈ શકશો Palasher Biye અને Alpha Males. તે બાદ છે A Killer Paradox, જે આજે નેટફ્લિક્સ પર જોઈ શકાશે. આ જ પ્લેટફોર્મ પર આજથી જોઈ શકાશે ભક્ષક અને લવર, સ્ટોકર, કિલર અને Ashes, વેબ સિરિઝ, જે બધી આજે રિલીઝ થઈ છે. જેની ઘણી રાહ જોવાતી હતી હતી સાઉથની ફિલ્મ Guntur Karram આજથી નેટફ્લિકસ પર જોઈ શકાશે. તો ડિઝની હોટસ્ટાર પર સુષ્મિતા સેન (Sushmita Sen)ની આર્યા : અંતિમવાર એટલે કે આર્યાની ત્રીજી સિરિઝ જોઈ શકાશે.

જોકે જરૂરી નથી કે બધુ તમે વીકએન્ડમાં જ પતાવી નાખો. એક મર્યાદાથી વધારે મોબાઈલ કે ટીવીના સ્ક્રીન સામે બેસી રહેવું યોગ્ય નથી. આ સાથે વીકએન્ડ પરિવાર સાથે સમય વિતાવવા માટે હોય છે, આથી જે જોવાનું મન હોય તે જોઈ નાખજો, પણ કલાકો સુધી મોબાઈલને ચોંટી ન રહેતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો