મનોરંજન

OMG! પ્રિયંકા ચોપરા આ ગંભીર બીમારીથી પીડિત છે?

પ્રિયંકા આંતરરાષ્ટ્રીય સ્ટાર છે અને તેટલી જ ખુશ અને સફળ પણ છે. હોલિવૂડમાં તે ચમકી રહી છે અને મોજમઝામાં તેના પતિ નીક જોનાસ અને તેની બેબી માલતી સાથે જિંદગી જીવી રહી છે. તેને જોઇને એમ જ લાગે કે પ્રિયંકાએ તો પાંચે આંગળીએ પુણ્ય કર્યા હશે કે તેને આવી મઝાની લાઇફસ્ટાઈલ માણવા મળે છે, પણ શું તમને ખબર છએ કે પ્રિયંકા ચોપરા ગંભીર બીમારીથી પીડિત છે! તમે કદાચ કલ્પના પણ નહીં કરી શકો કે પ્રિયંકા ચોપરા અસ્થમા જેવી બીમારીનો શિકાર બની શકે છે. હા, પ્રિયંકા ચોપરા અસ્થમાની દર્દી છે અને એટલું જ નહીં, પ્રિયંકાએ પોતે વર્ષો પહેલા સોશિયલ મીડિયા પર ખુલાસો કર્યો હતો કે તે પાંચ વર્ષની ઉંમરથી અસ્થમાની દર્દી છે.

હવે તમે એમ વિચારતા હશો કે અસ્થમા શું છે. તો જાણી લો કે અસ્થમા વાસ્તવમાં શ્વસન સંબંધી રોગ છે જે કોઈપણ ઉંમરની વ્યક્તિને થઈ શકે છે. કેટલાક લોકોને આ રોગ બાળપણમાં જ થાય છે. જ્યારે કેટલાક લોકો બદલાતા હવામાન અને પર્યાવરણમાં હાજર એલર્જી ટ્રિગર્સને કારણે આ રોગનો શિકાર બને છે. આ એક દીર્ઘકાલીન રોગ કહેવાય છે જે ફેફસાંમાંથી પસાર થતા શ્વસન માર્ગને અસર કરે છે, ખાસ વાત એ છે કે આ રોગને કાબૂમાં કરી શકાય છે પરંતુ તેને દૂર કરી શકાતો નથી… ધૂળ, હવાના પ્રદૂષણ, સિગારેટ અને બીડીનો ધુમાડો, ઠંડી હવા અને એલર્જેનિક પદાર્થોના સંપર્કમાં આવવાથી અથવા હવામાનમાં ફેરફાર થવાથી આ રોગ વધે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button