પત્ની સોનાક્ષીની આદતથી પરેશાન થઇ ગયો ઝાહિર, કરી દીધો આવો આરોપ….

અભિનેત્રી સોનાક્ષી સિન્હા બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે લગ્ન કર્યા બાદ આ દિવસોમાં સુખી લગ્ન જીવન જીવી રહી છે. પતિ-પત્ની બન્યા બાદ આ કપલ અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાની સુંદર તસવીરો શેર કરે છે. બંને એકબીજા સાથે ઘણો ક્વોલિટી ટાઈમ વિતાવતા જોવા મળે છે. હાલમાં જ ઝહીર તેની પત્ની સોનાક્ષી સાથે એક પાર્ટીમાં પહોંચ્યો હતો, જ્યાં તેપત્નીની એક આદતથી પરેશાન થઈ ગયો હતો. તેણે સોશિયલ મીડિયા પર એક ફની પોસ્ટ કરી છે અને તેની પત્ની વિશે ફરિયાદ કરી છે. ઝહીરની આ પોસ્ટ હવે વાયરલ થઈ રહી છે.
સોનાક્ષી અને ઝહીર ઇકબાલ તાજેતરમાં જ એક પાર્ટીમાં ગયા હતા, જ્યાં બંને એક કલાક પહેલા જ ઇવેન્ટમાં પહોંચી ગયા હતા. અભિનેતાએ આ માટે તેની પત્નીને જવાબદાર ગણાવી હતી અને મજાકમાં તેની પત્ની પર સમયના પાબંદ હોવાનો આરોપ લગાવ્યો હતો. તેની ઇન્સ્ટા સ્ટોરી પર એક ક્લિપ શેર કરતા, તેણે લખ્યું હતું કે, “સમયનો બગાડ થઈ રહ્યો છે કારણ કે હંમેશની જેમ અમે ‘બેબી’ની સમયની પાબંદીને કારણે પાર્ટીમાં એક કલાક વહેલા પહોંચી ગયા.” ફેન્સને આ કપલની આ સ્ટાઇલ ખૂબ જ પસંદ આવી રહી છે અને તેઓ તેના પર રિએક્શન પણ આપતા જોવા મળી રહ્યા છે.
સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલે 23 જૂને પરિવારની હાજરીમાં સાદગીપૂર્ણ રીતે લગ્ન કર્યા હતા. આ પછી, તે જ રાત્રે, કપલે મુંબઈમાં શિલ્પા શેટ્ટીની રેસ્ટોરન્ટમાં એક ભવ્ય લગ્નની પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં બોલિવૂડની ઘણી જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી.