ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા અને મોડલ અને અભિનેત્રી નતાસા સ્ટેનકોવિકે તેમના સંબંધોનો અંત લાવી દીધો છે. ગયા મહિને સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહેલી તેમના સંબંધ વિચ્છેદની અટકળો સાચી ઠરી હતી. બંને પરસ્પર સહમતિથી અલગ થઈ ગયા હતા. અલગ થયા બાદ નતાશા તેના પુત્ર અગસ્ત્ય સાથે તેના વતન સર્બિયા પરત ફરી છે, જ્યારે હાર્દિક પંડ્યા હાલમાં ગ્રીસમાં વેકેશન માણી રહ્યો છે તેવી અટકળો લગાવવામાં આવી રહી છે.
બંનેના ડિવોર્સથી ચાહકોના દિલ તૂટી ગયા છે. તેઓ આ ક્યુટ કપલના અલગ થવા પાછળનું કારણ જાણવા માગે છે. ચાર વર્ષ સુધી સાથે રહેલું આ કપલ અલગ થયું તેનું તેમને દુઃખ છે. જોકે, બંનેએ તેમના ડિવોર્સનું કારણ તો જાહેર કર્યું નથી, પણ બંનેના નજીકના લોકોએ તેમના અલગ થવાના કારણો જાહેર કરી દીધા છે.
બંનેના નજીકના સૂત્રોએ દાવો કર્યો હતો કે નતાસા અને હાર્દિક બંને જણા એકદમ અલગ નેચર ધરાવે છે. હાર્દિક પંડ્યા એકદમ શાહી ઠાઠમાં પોતાનામાં મસ્ત થઇને લોકોની ફિકર છોડીને જીવવાનું પસંદ કરે છે. તેના શોખ પણ એકદમ રોયલ છે.તેનો સ્વેગ ભલભલાને ટક્કર આપી શકે એમ છે. હાર્દિક એક રૉકસ્ટાર જેવો છે. બસ તેની આવી જ લાઇફ સ્ટાઇલ નતાશાને ભારે પડતી હતી. નતાસા એક સ્ટ્રોંગ કરિયર વુમન છે. હાર્દિકની હાઇ એનર્જી લાઇફ સ્ટાઇલ સાથે મેળ બેસાડવાનું નતાસા માટે કઠિન બનતું જતું હતું. જોકે, તેણે હાર્દિકની સ્ટાઇલમાં ઢળવાની ઘણી કોશિશ કરી, પણ હાર્દિક ઉદ્ધત બની રહ્યો હતો. તે સ્વાર્થી હતો અને નતાસા આ સહન કરી શકતી નહોતી. નતાસા તેની સાથે ઘણું અસહજ ફિલ કરવા માંડી હતી.
નતાસા ઘણી પ્રાઇવેટ રીતે જીવવામાં માને છે, જ્યારે હાર્દિકને લાઇમલાઇટમાં રહેવાનો ભારે શોખ છે. બંનેનું આ વિરોધાભાસી વ્યક્તિત્વ જ તેમના સંબંધમાં અવરોધરૂપ બન્યું અને તેનું પરિણામ આજે સૌની સામે છે. નતાસાએ ઘણી વાર વિચાર્યું અને હાર્દિકને બદલવાનો પણ પ્રયાસ કર્યો, પણ હાર્દિકનું વર્તન એવું જ રહ્યું. આવા વર્તનને કારણે જ નતાસાએ કંટાળીને આ સંબંધને પૂર્ણવિરામ આપવાનો નિર્ણય લીધો હતો.
હાર્દિક પંડ્યા અને નતાસાએ મે 2020 માં લગ્ન કર્યા હતા અને ફેબ્રુઆરી 2023 માં ફરીથી હિન્દુ અને ખ્રિસ્તી રીતરિવાજો અનુસાર લગ્ન કર્યા હતા. બંને આ વર્ષે જુલાઈમાં અલગ થઈ ગયા હતા. બંને 4 વર્ષ સાથે રહ્યા હતા. તેમને એક પુત્ર અગસ્ત્ય પણ છે. અલગ થયા પછી પણ બંનેએ પુત્રને સાથે ઉછેરવાની વાત કરી છે. હાલમાં નતાસા સર્બિયામાં છે અને પુત્ર સાથે ક્વોલિટી ટાઇમ પસાર કરી રહી છે. પુત્રને કોઇ પણ વાતે ઓછું ના આવે તેનો તે ખયાલ રાખી રહી છે.