બે મહિનામાં જ આ એક્ટ્રેસની Love Storyનું થયું The End? સ્ક્રીનશોટ્સ વાઈરલ થતાં…
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તો આજે એની સાથે અને કાલે એની સાથે… આવું જ કંઈક બોલીવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) સાથે બન્યું છે. જૂન મહિનામાં જ હજી તો શ્રદ્ધાએ રાહુલ મોદી (Rahul Mody) સાથેની રિલેશનશિપને પબ્લિક કરી હતી અને હવે એવા રિપોર્ટ સામે આવી રહ્યા છે કે બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે.
અહીંયા તમારી જાણ માટે કે એક્ટ્રેસે 19મી જૂનના શ્રદ્ધાએ સોશિયલ મીડિયા પર પોતાના પ્રેમનો ઈઝહાર કર્યો હતો. ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લેખક-સહાયક નિર્દેશન રાહુલ મોદી સાથેનો એક કોઝી ફોટો શેર કર્યો હતો. આ સાથે જ તેણે એક ઈમોશનલ કેપ્શન પણ શેર કરી હતી અને ત્યાર બાદથી જ ઈન્ડસ્ટ્રીમાં એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે રાહુલ અને શ્રદ્ધા એકબીજાને ડેટ કી રહ્યા છે. બંને જણ અવારનવાર સાથે પણ જોવા મળતા હતા અને વેકેશન પર પણ ગયા હતા.
પરંતુ હવે એક મહિના બાદ જ શ્રદ્ધા કપૂરે ઈન્સ્ટાગ્રામ પર રાહુલ મોદી અને તેના પેટ ડોગને અનફોલો કરી દીધું છે. એટલું જ નહીં આ વાતના સ્ક્રીનશોટ્સ વાઈરલ થતાં જ રેડિટથી લઈને ઈન્સ્ટાગ્રામ પર આ વાતની ચર્ચા શરૂ થઈ ગઈ હતી. હવે આ ઘટના બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે રાહુલ અને શ્રદ્ધાનું બ્રેકઅપ થઈ ગયું છે અને એટલે જ શ્રદ્ધાએ રાહુલને અનફોલો કરી દીધું છે.
વળી કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે મને લાગે છે કે આ માત્ર શ્રદ્ધાની આગામી ફિલ્મ સ્રી 2ના પ્રચાર માટે જ કરાઈ રહ્યું છે. આ અટકળ પર ફેન્સ એવું પણ કહી રહ્યા છે કે જો આવું હોય તો કેટલી દુઃખદ ઝિંદગી જીવી રહ્યા છે આ લોકો કે કોઈ ફિલ્મના પ્રમોશન માટે પોતાના પાર્ટનર સોશિયલ મીડિયા પર એક ટૂલની જેમ યુઝ કરવું પડે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શ્રદ્ધા કપૂરની ફિલ્મ સ્ત્રી-2 15મી ઓગસ્ટના થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે. જેમાં રાજકુમાર રાવ, પંકજ ત્રિપાઠી, અપારશક્તિ ખુરાના અને અભિષેક બેનર્જી પણ જોવા મળશે. આ પહેલાં શ્રદ્ધા તુ જૂઠ્ઠી મૈં મક્કાર ફિલ્મમાં જોવા મળી હતી અને આ જ દરમિયાન તેની મુલાકાત રાહુલ મોદી સાથે થઈ હતી, જે ફિલ્મનો રાઈટર હતો.