એક યુગનો અંત: દંતકથા સમાન ધરમપાજીને ફિલ્મી કલાકારોએ આપી આદરાંજલિ

મુંબઈ: ભારતીય સિનેમાની પ્રમાણસિદ્ધ દંતકથા, અનેક પેઢીઓ માટે પ્રેરણા અને ઓરીજીનલ ‘હી-મેન’. આ શબ્દોમાં અક્ષય કુમાર, અજય દેવગણ અને કરણ જોહર સહિત અનેક હસ્તીઓએ ધરમપાજીનું સ્મરણ કર્યું હતું.
પહેલી ફિલ્મ ‘દિલ ભી તેરા હમ ભી તેરે’ (1960)થી ‘સત્યકામ’થી લઈને ‘શોલે’ અને ‘તેરી બાતોં મેં ઐસા ઉલઝા જીયા’ (2024) સુધી 300 ફિલ્મોમાં 65 વર્ષની કારકિર્દીમાં છવાઈ ગયેલા સ્ટાર ધર્મેન્દ્રનું આજે 89 વર્ષની વયે નિધન થયું છે. .
સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર અક્ષય કુમારે દિવંગત ધરમજીનો ફોટો શેર કરતા કહ્યું હતું કે અભિનેતા તેમની ફિલ્મો દ્વારા જીવતા રહેશે. મારી ઉંમરના લગભગ બધા છોકરાઓ મોટા થઈ ધરમજી જેવા ‘હી-મેન’ બનવા માગતા હતા.

ન્ડસ્ટ્રીના ઓરીજીનલ ‘હી-મેન’. અનેક પેઢીઓ માટે પ્રેરણાદાયક બનવા માટે ધરમજી આપનો આભાર. તમે તમારી ફિલ્મો અને તમે આપેલા સ્નેહને કારણે કાયમ લોકો વચ્ચે જીવંત રહેશો.’
અજયે ધર્મેન્દ્રને તેમની હૂંફ, ઉદારતા અને અનોખા વ્યક્તિત્વ બદલ યાદ કર્યા. તેણે જણાવ્યું કે ‘ફિલ્મ ઉદ્યોગે એ દિગ્ગજ કલાકાર ગુમાવ્યા છે. આપણા ચિત્રપટ ઉદ્યોગના ઘડતરમાં પાયાનું કામ કરનારી વ્યક્તિને આપણે ગુમાવી છે. પ્રભુ ધરમજીના આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના. ઓમ શાંતિ.’
2023માં ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં ધરમજીને દિગ્દર્શિત કરનાર કરણ જોહરે ઇન્સ્ટાગ્રામ પર જણાવ્યું હતું કે ‘એક યુગનો અંત આવી ગયો છે….. એક ભવ્ય મેગા સ્ટાર… મુખ્ય પ્રવાહના સિનેમામાં હીરોનું મૂર્તિમંત સ્વરૂપ..
હેન્ડસમ અને સ્ક્રીનની હાજરીથી જ પ્રભાવ પડતો… ભારતીય સિનેમાની દંતકથા છે અને હંમેશા રહેશે… સિનેમાના ઇતિહાસના પૃષ્ઠોમાં તેમની હાજરી ઊડીને આંખે વળગે છે… ઉમદા વ્યક્તિ… ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દરેકને તેમને માટે ખૂબ લગાવ હતો.’
આપણ વાચો: એક જમાના મહિને 200 કમાતા ‘ધરમપાજી’ કઈ રીતે બન્યા ‘હી મેન’? જાણો સંઘર્ષગાથા?
અભિનેત્રી કરીના કપૂર ખાને તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તસવીરો શેર કરી લખ્યું છે કે “ફોરએવર ઇન પાવર.”
ફરહાને દેઓલ પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે ધર્મેન્દ્રનું સ્થાન કોઈ નહીં લઈ શકે.
સુનીલ શેટ્ટીએ પોસ્ટ કર્યું હતું કે ‘ગૌરવશાળી વ્યક્તિત્વ. હૂંફમાં લપેટાયેલું સ્ટારડમ. શુદ્ધ હૃદયમાં વીરતા. આ ધરમ પાજીનો વારસો છે. દુનિયા માટે તેઓ હી-મેન હતો. તેમને ઓળખતા લોકો માટે એક અનેરી હૂંફ હતા.’


