Emraan Hashmi સાથેના કિસિંગ સીન બાબતે Vidhya Balanએ કર્યો ચોંકાવનારો ખુલાસો…
પોતાની એક્ટિંગ અને ફિલ્મોના સિલેક્શનને કારણે વિદ્યા બાલન હંમેશા જ ચર્ચામાં રહે છે અને હાલમાં તો વિદ્યા બાલન તેની ફિલ્મ ભૂલ-ભૂલૈયા-3ને વધારે લાઈમલાઈટમાં છે. આ પહેલાં વિદ્યા ભૂલ-ભૂલૈયામાં જોવા મળી હતી અને હવે ત્રીજા ભાગમાં તે પાછું કમબેક કરી રહી છે. એક્ટિંગ સિવાય વિદ્યા પોતાની બોલ્ડ અને બ્યુટીફૂલ અદાઓ માટે પણ જાણીતી છે.
ફિલ્મ ડર્ટી પિકચરમાં પોતાની અદાઓથી ફેન્સને દિવાના બનાવનારી વિદ્યાએ ઈશ્કિયામાં પણ બોલ્ડ કેરેક્ટર નિભાવ્યું હતું. આ જ દરમિયાન એક બીજી ફિલ્મ પણ આવી હતી ઘનચક્કર. આ ફિલ્મમાં વિદ્યા સાથે ઈમરાન હાશ્મી જોવા મળ્યો હતો અને એમાં ઈમરાન અને વિદ્યા વચ્ચે ઢગલો કિસિંગ સીન હતા. વિદ્યાએ આ વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. વિદ્યાએ જણાવ્યું હતું કે દરેક કિસ બાદ ઈમરાન હાશ્મી મને વિચિત્ર સવાલ કરતો હતો, આવો જોઈએ શું હતો આ સવાલ અને વિદ્યા શું જવાબ આપતી હતી-
નેહા ધૂપિયાના પોડકાસ્ટમાં નેહા સાથે વાતચીત કરતી વખતે વિદ્યાએ જમાવ્યું હતું કે ઘનચક્કરમાં દરેક કિસિંગ સીન પછી ઈમરાન આવીને મને પૂછતો કે સિદ્ધાર્થ રોય કપૂર આ સીનને જોઈને શું કહેશે? શું આ પછી મને મારું પેમેન્ટ ચેક મળશે? ઈમરાન દરેક સીન બાદ એવું પૂછતો તો મને લાગતું હતું કે આખરે તે આવું પૂછતો એ મને ખૂબ જ વિચિત્ર લાગતું હતું. અહીંયા તમારી જાણ માટે કે સિદ્ધાર્થ એ વિદ્યાનો પતિ છે.
આ પણ વાંચો : માધુરી દીક્ષિત સાથે પર્ફોર્મ કરતી વખતે લપસ્યો વિદ્યા બાલનનો પગ તો….
વિદ્યા બાલને ડર્ટી પિક્ચર, અધૂરી કહાની અને ઘનચક્કરમાં કોઈ પણ પ્રકારના છોછ વિના કિસિંગ સીન આપ્યા હતા. ડેઢ ઈશ્કિયામાં અરશર વારસી અને નસીરુદ્દીન શાહ સાથે પણ તેના બોલ્ડ સીન્સ છે. એ સમયે વિદ્યાએ જણાવ્યું હતું કે નસીર સાહબ સાથે શૂટિંગ વખતે મન ડર લાગતો હતો, પરંતુ અરશદ મારો મિત્ર હતો તો મને કોઈ ખાસ મુશ્કેલી પડી નહોતી.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો વિદ્યા લાંબા સમય બાદ ફિલ્મ ભૂલ ભૂલૈયા-થ્રીમાં જોવા મળશે. લાંબા સમય બાદ પોતાની ફેવરેટ સ્ટારને મોટા પડદા પર જોવા માટે દર્શકો પણ ખૂબ જ આતુર છે.