Box Office Collection: પહેલા દિવસે કંગનાની ફિલ્મ ઈમરજન્સીના શું થયા હાલ, જાણો? | મુંબઈ સમાચાર

Box Office Collection: પહેલા દિવસે કંગનાની ફિલ્મ ઈમરજન્સીના શું થયા હાલ, જાણો?

મુંબઈઃ અભિનેત્રીમાંથી રાજકારણી બનેલી કંગના રનૌતની ફિલ્મ ઈમરજન્સી જેટલી વિવાદમાં પડી એટલી પણ લોકપ્રિયતા મેળવી શકી નથી. અભિનેત્રી કંગના રનૌતે ભારતનાં લોખંડી વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની ભૂમિકામાં ચમકાવતી બહુચર્ચિત અને બહુપ્રતિક્ષિત ફિલ્મ ઇમરજન્સી સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઇ છે. આ રાજકીય ફિલ્મ ઇન્દિરા ગાંધીના પાત્રની આસપાસ વણાયેલી છે.

આ ફિલ્મ પર કંગનાને ઘણો મદાર હતો, પણ આ ફિલ્મને સારા રિવ્યૂ મળી રહ્યા નથી. આ ફિલ્મના બૉક્સઑફિસ કલેક્શનની વાત કરીએ તો એ પણ ઘણા નિરાશાજનક છે. એવા અહેવાલ છે કે પહેલા દિવસે ફિલ્મ ઇમરજન્સી માંડ માંડ 2-3 કરોડ રૂપિયાની કમાણી કરી શકશે.

આ પણ વાંચો: પંજાબમાં નહિ ચાલે કંગનાની ફિલ્મ ઈમરજન્સી…

ભારતીય કટોકટી પર આધારિત આ ફિલ્મનું નિર્દેશન અને સહ-નિર્માણ કંગના રનૌત દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મની પટકથા રિતેશ શાહ અને કથા કંગના રનૌત દ્વારા લખાયેલી વાર્તા પર આધારિત છે.

શરૂઆતના ટ્રેન્ડમાં એવું જાણવા મળ્યું છે કે આ ફિલ્મે 50 લાખ રૂપિયાની કમાણી કરી છે જે દિવસના અંત સુધીમાં વધીને 2થી 3 કરોડ રૂપિયા સુધી પહોંચશે. કંગનાની આ પહેલા આવેલી ફિલ્મ તેજસે પણ 1.20 કરોડ રૂપિયાની કમાણી કરી હતી તો 2020માં આવેલી ફિલ્મ પંગાએ 2.70 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. એ જોતા કોરોના કાળ બાદ કંગનાની આ સૌથી વધુ પ્રારંભિક કમાણી કરતી ફિલ્મ બની શકે છે.

આ પણ વાંચો: ઇન્દિરાની ઈમરજન્સી: લોકશાહીના ઈતિહાસનું એક કલંકિત અને અભૂતપૂર્વ પ્રકરણ

કંગનાની આ ફિલ્મ લગભગ 25 કરોડના બજેટમાં બનાવવામાં આવી છે અને એને જોતા એ પહેલા દિવસે માંટ માંડ બેથી ત્રણ કરોડનો વકરો કરે તેથી આ ઘણી જ ઓછી કમાણી કહેવાય.

સંબંધિત લેખો

Back to top button