એલ્વિશ યાદવની મુસીબત વધી, EDએ મોકલ્યું નવું સમન્સ

જાણીતા યુટ્યુબર એલ્વિશ યાદવની મુસીબતો વધી રહી છે. ગૌતમ બુદ્ધ નગર (નોઈડા) ખાતે નોંધાયેલા સાપના ઝેર-રેવ પાર્ટી કેસ સંબંધિત મની લોન્ડરિંગ કેસના સંબંધમાં પૂછપરછ માટે 23 જુલાઈએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના લખનૌ યુનિટ સમક્ષ હાજર થવાનું કહેવામાં આવ્યું છે, એમ EDના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: Elvish Yadav: એલ્વિશ યાદવની મુશ્કેલીઓ વધી, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
અગાઉ EDએ એલ્વિશ યાદવને નોટિસ આપીને 8મી જુલાઈએ બોલાવ્યો હતો, પરંતુ તેણે 8 જુલાઈના રોજ ED સમક્ષ હાજર થવામાં અસમર્થતા દર્શાવી હતી. EDએ હવે 23મી જુલાઈએ હાજર થવા માટે સમન્સ જારી કર્યું છે.
અગાઉ, EDએ આ વર્ષે મે મહિનામાં આ રેકેટમાં સામેલ નોંધપાત્ર રકમને ધ્યાનમાં રાખીને સાપના ઝેરની ઘટનામાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો. એલ્વિશ યાદવની 17 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી અને તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. જોકે, પાંચ દિવસ બાદ તેને સ્થાનિક કોર્ટે જામીન આપી દીધા હતા.
આ પણ વાંચો: બિગ બોસ ફેમ મુનવ્વરની ધરપકડ પછી એલ્વિશ યાદવે આપી ચોંકાવનારી પ્રતિક્રિયા
એમ પણ જાણવા મળ્યું છે કે ઇડી ED એલ્વિશની માલિકીની મોંઘી કારોના કાફલાની પણ તપાસ કરશે. એલ્વિશ યાદવની સાથે ED મોટી હોટલ, રિસોર્ટ અને ફાર્મ હાઉસના માલિકોની પણ પૂછપરછ કરશે. એલ્વિશ યાદવ હાલમાં જામીન પર બહાર છે.