મનોરંજન

લગ્ન વિના માતા બની, હવે બીજા સંતાનની તૈયારી કરી રહી છે ટીવી ક્વીન!

હાલમાં જ ફિલ્મો અને ટીવી જગતની ‘ક્વીન’ એકતા કપૂર વિશે એવા સમાચાર આવ્યા હતા કે તે બીજા બાળકની યોજના બનાવી રહી છે. એવી ચર્ચા હતી કે તે ફરી એકવાર સરોગસી દ્વારા માતા બનવા માંગે છે. એકતા કપૂર હાલમાં 48 વર્ષની છે પરંતુ તેણે લગ્ન કર્યા નથી. સરોગસી દ્વારા તે સિંગલ મધર બની હતી. તેના પુત્ર રવિ કપૂરનો જન્મ વર્ષ 2019માં થયો હતો. નિર્માત્રી એકતા કપૂર વિશે શું ચર્ચા થઈ રહી છે તે આપણે જાણીએ.

એકતા કપૂરે ઘણી વખત જણાવ્યું છે કે તેના જીવનનો હેતુ હવે તેના પુત્ર રવિના જન્મ સાથે પૂર્ણ થઈ ગયો છે. એક તેજસ્વી નિર્માત્રી અને દિગ્દર્શક હોવા ઉપરાંત, તે એક મહાન માતા પણ છે. તાજેતરમાં તેના વિશે એવા અહેવાલો આવ્યા હતા કે કે તેનો પાંચ વર્ષનો પુત્ર રવિ એક ભાઈ અને બહેનની જરૂરિયાત અનુભવે છે. અને એક એક્તા ભાઈ-બહેન હોવાનો આનંદ જાણે છે.


તે તેના પુત્રની શૂન્યતા સમજે છે અને એટલે જ ટીવી ક્વીન બીજી વખત માતા બનવાનું વિચારી રહી છે. એવા પણ અહેવાલ આવ્યા હતા કે એક્તાએ આ વખતે પણ સરોગસીમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જોકે, હવે કપૂર પરિવારના એક ખાસ સૂત્રએ આ સમાચારોનું ખંડન કર્યું છે અને કહ્યું છે કે આ સમાચાર ખોટા છે. આવા ખોટા સમાચાર આપતા પહેલા પત્રકારોએ વિચારવું જોઇએ.

નોંધનીય છે કે વર્ષ 2019માં એકતા કપૂરે માતા બનવાનું નક્કી કર્યું હતું. તેના લગ્ન થયા ન હતા પરંતુ તે માતા બનવા માંગતી હતી. આવી સ્થિતિમાં તે પણ પોતાનો પરિવાર સ્થાપવા માંગતી હતી. તેણે માતા બનવા માટે સરોગસીનો આશરો લીધો હતો. એકતા કપૂરને પુત્રનો જન્મ થયો હતો. તે માત્ર 5 વર્ષનો છે. તેણે પોતાના પુત્રનું નામ રવિ કપૂર રાખ્યું છે. એકતાએ તેના પુત્રનું નામ તેના પિતા અને પીઢ અભિનેતા જિતેન્દ્રના નામ પર રાખ્યું છે. પીઢ અભિનેતા જિતેન્દ્રનું સાચું નામ રવિ છે.


ટીવી હોય કે ફિલ્મો, બંને ઇન્ડસ્ટ્રીઝ પર એકતા કપૂરનું વર્ચસ્વ છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો વાત કરીએ તો એકતાની ફિલ્મ ક્રૂ રિલીઝ થઈ છે જેમાં કૃતિ સેનન, કરીના કપૂર ખાન અને તબ્બુ લીડ રોલમાં હતા. હવે તેની ફિલ્મ લવ સેક્સ ઔર ધોખા 2 આવવાની છે તેના ટીવી શોની વાત કરીએ તો તેનો છેલ્લો શો બરસાતેં હતો જેમાં શિવાંગી જોશી અને કુશલ ટંડન મુખ્ય ભૂમિકામાં હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button