બજેટ કરતાં વધારે કમાણી કરનારી આ Horror Film જોઈને તમારા પણ પસીના છૂટી જશે…
બોલીવૂડ હોય કે હોલીવૂડ હોય કે પછી ટોલીવૂડ… હોરર ફિલ્મોનો દબદબો ત્રણેય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એકદમ અલગ છે. ચોક્કસ જ આ ફિલ્મો જોતાં જોતાં દર્શકોના પસીના છૂટી જાય પણ તેમ છતાં હોરર ફિલ્મ જોવાનો ચસ્કો કંઈ ઓછો નથી થયો. બોલીવૂડની અમુક હોરર ફિલ્મ તો દર્શકોના દિલોદિમાગ પર તાજી જ હોય છે, પરંતુ આજે અમે અહીં તમને એક એવી હોરર ફિલ્મ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેના વિશે લોકોને જાણ નથી. પરંતુ આ ફિલ્મની સ્ટોરી એટલી હોરર હતી કે લોકો આજે પણ એને યાદ કરે છે. અમે અહીં વાત કરી રહ્યા છીએ ફિલ્મ એક થી ડાયનની.
સુપરનેચરલ થ્રિલર ફિલ્મ જોવાનું પસંદ હોય એવા લોકો માટે આ ફિલ્મ એકદમ બેસ્ટ છે. કાનન અય્યરે ફિલ્મનું ડિરેક્શન કર્યું હતું. ઈમરાન હાશ્મી, હુમા કુરેશી, કોંકણા સેન શર્માથી લઈને કલ્કિ કોચલીન જેવા સ્ટાર્સ આ ફિલ્મમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં ઈમરાન જાદુગર બોબો બન્યો હતો અને તેની ગર્લફ્રેન્ડ તમારાનો રોલ હુમા કુરેશીએ નિભાવ્યો હતો.
આ પણ વાંચો : Los Angeles Fire: આગના કારણે નોરા ફતેહીને હોટલમાંથી કાઢવામાં આવી બહાર, કહ્યું- ખૂબ ડરામણું છે
એક દિવસ અચાનક જ જાદુ દેખાડતા દેખાડતાં બોબોને અવાજ સંભળાય છે અને આ અવાજ બીજા કોઈનો નહીં પણ બોબોની બહેનનો હગોય છે. પરંતુ કહાનીમાં ટ્વીસ્ટ તો એ છે કે બોબોની બહેન તો બાળપણમાં જ મરી ગઈ હોય છે. શાનદાર કેરેક્ટર, વાર્તા અને એક પછી એક આવનારા ટ્વીસ્ટ આ ફિલ્મને બીજી હોરર ફિલ્મ કરતાં અલગ બનાવે છે.
રિપોર્ટ પર વિશ્વાસ કરીએ તો ફિલ્મ એક થી ડાયનનું બજેટ 24 કરોડ રૂપિયાનું હતું, પણ વાત કરીએ ફિલ્મની કમાણીની તો ફિલ્મે દનાદન નોટ છારી હતી. આ ફિલ્મે પહેલાં જ દિવસે 6.24 કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને તેની ટોટલ કમાણી 40 કરોડની આસપાસ હતી. આ ફિલ્મ તમે આજે પણ યુટ્યૂબ પર જઈને જોઈ શકો છો. યુટ્યૂબ પર પણ ફિલ્મને 9 મમિલુયનથી વધારે વ્યૂ મળી ચૂક્યા છે. તમે પણ જો હોરર ફિલ્મ જોવાનો પ્લાન બનાવી રહ્યા છો તો ચોક્કસ જ એક વખત આ ફિલ્મ જો જો હં ને?