… તો સલમાન અને રશ્મિકાની “સિકંદર” OTT પર રિલીઝ થાય તો નવાઈ નહીં!

ઈદના તહેવારે રિલીઝ થતી સલમાન ખાનની ફિલ્મો બોક્સ ઓફિસ પર કમાણીના નવા રેકોર્ડ બનાવવા જાણીતી છે. પણ આ વખતે સિકંદર બોક્સ ઓફિસ પર ખરાબ રીતે પીટાઈ ગઈ છે. સલમાનની ફિલ્મ ‘સિકંદર’ 30 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મ બોક્સ ઓફિસ પર વધુ બિઝનેસ કરી શકી નથી અને તે એક મોટી દુર્ઘટના બની રહી હોય તેવું લાગી રહ્યું છે. ભલે દર્શકો ‘સિકંદર’ જોવા માટે સિનેમાઘરોમાં ન જતા હોય, પરંતુ ઓટીટી રિલીઝની રાહ જોઈ રહ્યા છે. અમે તમને ‘સિકંદર’ની ઓટીટી રિલીઝ ડેટ વિશે માહિતી આપી રહ્યા છીએ.
સલમાન ખાન સ્ટારર એક્શન-થ્રિલર ફિલ્મ ‘સિકંદર’નું ડિજિટલ સ્ટ્રીમિંગ પાર્ટનર ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ છે. જો મિન્ટનું માનીએ તો આ ફિલ્મ ખૂબ જ ટૂંક સમયમાં નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવા તૈયાર છે. સામાન્ય રીતે, ફિલ્મો તેમની બોક્સ ઓફિસ રિલીઝના 6થી 8 અઠવાડિયા પછી જ ઓટીટી પર રિલીઝ થાય છે. આ મુજબ, ‘સિકંદર’ નેટફ્લિક્સ પર 11 મેથી 25 મે વચ્ચે સ્ટ્રીમ થઇ શકે છે.
‘સિકંદર’ના ઓટીટી સ્ટ્રીમિંગ રાઇટ્સ કરોડોમાં વેચાયા છે. પિંકવિલાના અહેવાલ મુજબ, નિર્માતાઓને આ ફિલ્મ માટે નેટફ્લિક્સ પાસેથી 85 કરોડ રૂપિયાની મોટી રકમ મળી છે. આ રીતે, મેકર્સે 200 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી ‘સિકંદર’ના લગભગ અડધા બજેટને ઓટીટી રાઇટ્સમાંથી વસુલ કરી લીધા છે.
એઆર મુરુગાદોસ દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘સિકંદર’એ સ્થાનિક બોક્સ ઓફિસ પર એક સપ્તાહમાં લગભગ 100 કરોડ રૂપિયાની કમાણી કરી છે. સેકનીલ્ક અનુસાર, ફિલ્મે 97.75 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર ‘સિકંદર’એ 187 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. તે અહેવાલ મુજબ, સલમાન ખાનની ફિલ્મ તેનો ખર્ચો કાઢવામાં તો સફળ થઇ છે એમ કહી શકાય.

રશ્મિકા મંદાના ‘સિકંદર’માં સલમાન ખાન સાથે લીડ રોલમાં છે. આ સિવાય ફિલ્મમાં શર્મન જોશી, સત્યરાજ, અંજની ધવન અને પ્રતિક બબ્બર પણ મહત્વની ભૂમિકામાં છે.
આપણ વાંચો : લોકો સિકંદરને વખોડતા રહ્યા અને સલમાન ખાને કર્યું કંઈક એવું કે…