આ લાંબી લાઈન જોઈ શાહરૂખ અને તેના ફેન્સના ધબકારા વધી જશે
શાહરૂખ ખાનની ફિલ્મ ડંકી શુક્રવારને બદલે એક દિવસ વહેલી એટલે કે આવતીકાલે રીલિઝ થવા જઈ રહી છે. એક વર્ષમાં બે બ્લોક બ્લસ્ટર આપ્યા બાદ રાજકુમાર હીરાનીની આ ફિલ્મ પણ દર્શકોને રીઝવશે તેવા દાવા થઈ રહ્યા છે, પણ આ ફિલ્મ સાથે એટલે કે શુક્રવારે દક્ષિણના સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ સલાર પણ રીલિઝ થવા જઈ રહી છે. પ્રભાસની આદિપુરુષ પીટાઈ હતી, તેથી તેની માટે પણ આ મહત્વનની ફિલ્મ છે. જોકે દક્ષિણના ફેન્સનો તેમના અભિનેતા માટેનો પ્રેમ કે ગાંડપણ બોલીવૂડ કરતા અલગ હોય છે આથી પ્રભાસની ફિલ્મના એડવાન્સ બુકિંગ માટેની લાંબી લાઈન એસઆરકે અને તેના ફેન્સના ધબકારા વધારવા માટે પૂરતી છે. પ્રભાસની ફિલ્મના એડવાન્સ બુકિંગ સમયે બુકિંસ સાઈટ ક્રેશ થયાના અહેવાલો છે.
આ સાથે તેલંગણા સરકારએ રાત્રે એક વાગ્યા અને સવારે ચાર વાગ્યાના શૉ માટે પણ પરવાનગી આપી છે. લોકો મીડનાઈટ શૉ માટે પણ ટિકિટ બુક કરાવવા પડાપડી કરી રહ્યા છે.
પ્રભાસની સલાર 22 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ અભિનેતાની ફિલ્મના શો સવારે 1 થી બીજા દિવસના પરોઢીયે 4 વાગ્યા સુધી બતાવી શકાશે. આ ફિલ્મ તેલુગુ ઉપરાંત કન્નડ, હિન્દી, તમિલ અને મલયાલમ ભાષાઓમાં રિલીઝ થશે.
સલાર બે મિત્રોની વાર્તા પર આધારિત છે. તેમાં પ્રભાસ ઉપરાંત પૃથ્વીરાજ સુકુમારન પણ જોવા મળશે. બંને સ્ટાર્સ મિત્રોની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ પ્રશાંત નીલ દ્વારા નિર્દેશિત છે. ટિકિટ ખરીદવા ચાહકો લાંબી લાઈનોમાં ઉભા છે. રિપોર્ટેસ અનુસાર અત્યાર સુધીમાં 12 કરોડ જેટલી ટિકિટો વેચાઈ ગઈ છે. એસઆરકેની પઠાણ અને જવાન પછીની આ વર્ષની ત્રીજી ફિલ્મ છે. આ ફિલ્મને પણ સારું ઓપનિંગ મળશે તે બાદ બન્ને ફિલ્મોમાંથી લાંબુ કોણ ટકશે અને કોણ કેટલી કમાણી કરશે તે બે શનિ-રવિની કમાણી પરથી સમજી શકાશે. આ સાથે થિયેટરોમાં એનિમલ હજુ સારી કમાણી કરી રહી છે. જોકે આ બે ફિલ્મ આવ્યા બાદ એનિમલ કેટલું ટકશે તે વીકએન્ડમાં ખબર પડી જશે.