શાહરૂખની ડંકીએ કર્યો સો કરોડનો આંકડો પાર તો પ્રભાસની સલાર અધધધ…
મુંબઈઃ શાહરૂખ ખાનની ડિંકી 21 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને પહેલા દિવસે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી. આ ફિલ્મે પહેલા દિવસે 30 કરોડ રૂપિયાનું જોરદાર કલેક્શન કર્યું હતું. જોકે ફિલ્મના રિવ્યુ થોડા નબળા આવતા ફિલ્મ કેવી ચાલશે અને કેટલું કમાશે તેવા તર્કવિતર્ક ચાલી રહ્યા હતા, પરંતુ નબળા શુક્ર અને ગુરુવાર બાદ રવિવારે ફરી ફિલ્મે સારી કમાણી કરી અને ચાર દિવસમાં રૂ. 106 કરોડની કમાણી કરી સો કરોડની ક્લબમાં ગઈ હોવાનું અહેવાલો જણાવે છે.
એડવાન્સ બુકિંગ દરમિયાન ફિલ્મે 15.41 કરોડનું કલેક્શન નોંધાવ્યું હતું. રાજકુમાર હિરાણી દ્વારા દિગ્દર્શિત ફિલ્મ પ્રભાસ સ્ટારર સલાર સાથે ટકારાયા પછી પણ બોક્સ ઓફિસ પર શાનદાર કલેક્શન કરવામાં સફળ રહી હતી. ખાસ કરીને ચોથા દિવસે એટલે કે રવિવારે ડિંકીની કમાણીમાં 30 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.
શાહરૂખ ખાનની ડિંકીએ રૂ. 29.2 કરોડના કલેક્શન સાથે ઓપનિંગ કર્યું હતું. ફિલ્મે બીજા દિવસે રૂ. 31.10 કરોડનું કલેક્શન કર્યું અને ત્રીજા દિવસે માત્ર રૂ. 20.12 કરોડની કમાણી કરી શકી. પરંતુ, ચોથા દિવસે ફરીથી ફિલ્મની કમાણીમાં જબરદસ્ત ઉછાળો નોંધાયો હતો. રવિવારે શાહરૂખ ખાનની ફિલ્મે રૂ. 25.71 કરોડનું કલેક્શન કરીને એક નવો માઈલસ્ટોન પાર કર્યો છે. આ સાથે ડિંકીની કુલ કમાણી 106 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. શાહરૂખ ખાનની ડિંકી રૂ. 100 કરોડનો આંકડો પાર કરનાર અભિનેતાની ચોથી ફિલ્મ બની છે.
જોકે એસઆરકેની ફિલ્મ સાથે રિલિઝ થયેલી સલારની કમાણી જાણશો તો વિશ્વાસ નહીં બેસે. આ ફિલ્મે ત્રણ દિવસમાં 300 નહીં પણ 400 કરોડ કમાઈ લીધા છે. ફિલ્મે ભારતમાં રૂ. 208 કરોડ અને વિદેશમાં મળી કુલ રૂ. 400 કરોડ કમાયા છે. પ્રભાસની ફિલ્મે પહેલા દિવસે જ સો કરોડનો આંકડો પાર કરી લીધો હતો. આ ફિલ્મ તેની જ ફિલ્મની કમાણીના રેકોર્ડ બ્રેક કરી રહી છે. હજુ પહેલું જ અઠવાડિયું છે ત્યારે આવનારા અઠવાડિયા સુધીમાં ફિલ્મ રૂ.1000 કરોડ કમાશે તેમ માનવામાં આવે છે.