આ કારણસર છવાઈ ગઈ નેશનલ ક્રશ અને…
મુંબઈઃ પુષ્પા ફેમ રશ્મિકા મંદાના તાજેતરમાં ડીપફેકને કારણે ચર્ચામાં આવી ગઈ હતી, ત્યારબાદ બોલીવૂડના શહેનશાહથી લઈને કેન્દ્રીય મંત્રાલય હરકતમાં આવી ગયું હતું. રશ્મિકા મંદાનાની સ્ટાઈલ અને ફિલ્મોમાં તેની ભૂમિકાને લઈને ચર્ચામાં રહે છે, પરંતુ તાજેતરમાં તેની ફિલ્મની લઈ લાઈમલાઈટમાં અચૂક રહે છે. વાત કરી રહ્યા છે તેની ફિલ્મ એનિમલની.
અત્યારથી એનિમલ ફિલ્મને જોવા માટે ચાહકો તૈયાર છે. ફિલ્મના પ્રમોશન માટે ફિલ્મની ટીમ તૈયારીઓ કરી રહી છે, ત્યારે આ ફિલ્મ સાઉથ ઈન્ડિયન ભાષામાં રિલીઝ કરવામાં આવશે. નેશનલ ક્રશ રશ્મિકા મંદાનાની સાથે રણબીર કપૂર આજે સોશિયલ મીડિયા પર છવાઈ ગયા હતા.
રશ્મિકા મંદાની ફિલ્મી કારકિર્દીમાં સૌથી વધુ ફિલ્મો કરી છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી હિન્દી ફિલ્મોની દુનિયામાં વિશેષ જોવા મળે છે. પોતાની સાઉથની ફિલ્મોમાં જામી ગઈ છે, જેમાં માતૃભાષા સિવાય અન્ય ભાષા માટે મુશ્કેલીના ચઢાણ કાપવા પડે છે. તાજેતરમાં રણબીર સાથે રશ્મિકા ફિલ્મના પ્રમોશન માટે પહોંચી હતી તો રણબીરને તેલુગુ ભાષામાં બોલવા ફોર્સ કર્યો હતો, ત્યારે ખૂદ રણબીરે પણ એનો પ્રયાસ કર્યો હતો.
રણબીરે ફોટોગ્રાફરને પણ નમસ્તે કર્યું હતું. ત્યારબાદ રશ્મિકાએ તેલુગુમાં નેનો બગુનાનુ મીરા બાગુનારુ (હું ઠીક છું અને તમે કેમ છો) બોલવાનું શિખવાડ્યું હતું. કેમેરાની સામે બંને વાતચીત સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહી છે.
રણબીર કપૂર અને રશ્મિકા બંને શાનદાર લૂકમાં જોવા મળ્યા હતા, જ્યારે આ અગાઉ ઈન્ડિયન આઈડલના સેટ પર પણ જોવા મળ્યાં હતાં. જોકે, આજે રણબીર બ્લુ કલરના સૂટ અને બ્લેક કલરના સનગ્લાસમાં રશ્મિકા સાથે જોવા મળ્યો હતો. રશ્મિકા પીન્ચ કલરની સાડીમાં જોવા મળી હતી. મિનિમમ મેકઅપ અને ખુલ્લા વાળ સાથે ગળામાં હેવી નેકલેસ પહેર્યું હતું.
રણબીર કપૂર અને રશ્મિકા મંદાનાની ફિલ્મ એનિમલ જોરદાર એક્શન મૂવી છે. ફિલ્મના પોસ્ટર્સ અને ગીત રિલીઝ કરવામાં આવ્યા છે. બોબી દેઓલ પણ આ ફિલ્મમાં વિલનની ભૂમિકામાં જોવા મળશે. 23મી નવેમ્બરે એટલે આવતીકાલે તમને આ ફિલ્મનું ટ્રેલર જોવા મળશે.