મૃત્યુ બાદ વાઈરલ થઈ રહી છે Dolly Sohiની આ લાસ્ટ પોસ્ટ…

ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી આજે સવારે જ શોકિંગ સમાચાર આવ્યા અને ઈન્ડસ્ટ્રી આઘાતમાં સરી પડી છે. વાત જાણ એમ છે કે અમનદીપ સોહી અને ડોલી સોહીનું નિધન થયું હતું. અમનદીપના નિધનના થોડાક કલાકોમાં જ ડોલી સોહીનું પણ નિધન થયું હતું. કમળાને કારણે અમનદીપનું ગુરુવારે રાતે નિધન થઈ ગયું હતું. જ્યારે ડોલી પણ સર્વાઈકલ કેન્સરથી પીડાઈ રહી હતી ્ને તેનું આજે સવારે નિધન થયું હતું. ડોલીના નિધન બાદ હવે તેની અંતિમ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે.
ડોલીના ભાઈ મન્નુએ જણાવ્યું હતું કે છ મહિના પહેલાં જ ડોલીને સર્વાઈકલ કેન્સર હોવાની જાણ થઈ હતી અને ત્યારથી જ એની સારવાર ચાલી રહી હતી. પણ જેવી બંને બહેનોના મૃત્યુના સમાચાર આવ્યા ત્યારથી ડોલીની લાસ્ટ સોશિયલ મીડિયા પોસ્ટ વાઈરલ થઈ રહી છે. આ પોસ્ટમાં ઝનક સ્ટારે બધાને પ્રાર્થના કરવાની વિનંતી કરી હતી.
ડોલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 20 ફેબ્રુઆરીના છેલ્લી પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં એક્ટ્રેસે જણાવ્યું હતું કે પ્રાર્થના… દુનિયાનું સૌથી મોટું વાયરલેસ કનેક્શન… ચમત્કારની જેમ કામ કરે છે એટલે પ્લીઝ મને તમારા બધાની પ્રાર્થનાની જરૂર છે.
બીજી બાજું અમનદીપની છેલ્લી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ 22મી ફેબ્રુઆરીની હતી અને એમાં તેને હોસ્પિટલમાં દાખલ કરી હોવાનું જણાવ્યું હતું. તેણે પોતાનો એક વીડિયો પણ શેર કર્યો હતો જેમાં તે ખૂબ જ વીક અને બીમાર દેખાઈ રહી હતી. એટલું જ નહીં તેની આઈપી ડ્રીપનો એક વીડિયો પણ શેર કર્યો હતો
અત્રે ઉલ્લેખનીય છે કે ડોલી અને અમનદીપ બંને મુંબઈની જ એક હોસ્પિટલમાં દાખલ હતી જ્યાં અમનદીપની કમળાની અને ડોલી પોતાની કેમો થેરેપી લઈ રહી હતી. ડોલી અને તેના બહેન અમનદીપના અંતિમ સંસ્કાર મુંબઈમાં જ કરવામાં આવશે, એવી માહિતી મળી રહી છે.