મનોરંજન

શું રિષભ પંત સાથે લગ્ન કરવા માગે છે ઉર્વશી રોતેલા?

બોલિવૂડની ખૂબસુરત અભિનેત્રી ઉર્વશી રૌતેલા અને રિષભ પંત વચ્ચેની લવ-હેટ રિલેશનશીપ કોઇનાથી અજાણી નથી. થોડા વર્ષો પહેલા એવા સમાચાર જાણવા મળ્યા હતા કે પંત અને ઉર્વશી ડેટિંગ કરી રહ્યા હતા. પણ ત્યાર બાદ ક્યારે તેમની દોસ્તી દુશ્મનીમાં બદલાઇ ગઇ એ કંઇ ખબર નહીં પડી. ત્યારે એમ કહેવામાં આવ્યું હતું કે રિષભ પંતે રૌતેલાનો નંબર બ્લોક કરી દીધો છે. તેઓએ સોશિયલ મીડિયા પર એકબીજાનો અનફોલો કરી દીધા હતા. ઉર્વશી રૌતેલા ઘણી વાર જાહેરમાં પણ પંત વિશે નિવેદનો કર્યા હતા, જેના લીધે લોકોમાં એવી જ વાત ફેલાઇ હતી કે ઉર્વશી રૌતેલા રિષભ પંતના પ્રેમમાં પાગલ છે. ઉર્વશી પંતને લઈને ઘણી વખત નિવેદન આપી ચુકી છે. પરંતુ પંત ​​તરફથી ક્યારેય કંઈ કહેવામાં આવ્યું ન હતું. હવે ફરી એકવાર ઉર્વશીએ પંત વિશે વાત કરી છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો ઘણો વાયરલ થયો છે, જેમાં બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાને ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી રિષભ પંત વિશે કેટલાક સવાલ પૂછવામાં આવી રહ્યા છે. વીડિયોમાં એવું લાગી રહ્યું છે કે ઉર્વશી કોઇને ઇન્ટરવ્યુ આપી રહી છે.મિનિમમ મેકઅપમાં અને ગોર્જિયસ ડ્રેસીંગમાં ઉર્વશી બલાની ખુબસૂરત લાગી રહી છે. ઇન્ટરવ્યુમાં જ્યારે ઉર્વશીના પંત સાથેના સંબંધો અને લગ્નને લઈને સવાલ ઉઠાવવામાં આવ્યો ત્યારની તેની પ્રતિક્રિયા વાયરલ થઇ છે. સોશિયલ મીડિયા કોમેન્ટ્સ વાંચતી વખતે હોસ્ટે પૂછ્યું – ઋષભ તમારું સન્માન કરે છે. તેઓ તમને ખુશ પણ રાખશે. મને ખુશ થશે કે તમે તેની સાથે લગ્ન કરશો. ઉર્વશીને આ સવાલ પર પ્રતિક્રિયા આપવા માટે કહેવામાં આવ્યું હતું. આ સવાલ સાંભળીને ઉર્વશી થોડીક ક્ષણ માટે તો અવાક થઇ ગઇ, પણ પછી અચાનક તેને ખયાલ આવ્યો કે બધુ કેમેરામાં રેકોર્ડ થઇ રહ્યું છે. તેણે તરત જ પોતાની જાતને સંભાળી લીધી હતી. ત્યાર બાદ જવાબમાં બોલિવૂડ એક્ટ્રેસે કહ્યું- નો કમેન્ટ.

https://twitter.com/i/status/1786354862349021407

હવે આને આપણે શું સમજવું?

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button