મનોરંજનસ્પોર્ટસ

વિરાટ-અનુષ્કાના પુત્રના નામ ‘અકાય’નો અર્થ શું થાય છે જાણો છો?

ઇન્સ્ટાગ્રામ પરની કોહલીની જાહેરાતને 40 લાખ જેટલા લાઇક્સ મળ્યા

નવી દિલ્હી: વિરાટ કોહલી અને તેની ઍક્ટ્રેસ-પત્ની અનુષ્કાએ મંગળવારે રાત્રે તેમના બીજા બાળકનો જન્મ થયો હોવાની જાહેરાત કરી હતી અને સેલિબ્રિટી દંપતીને સોશિયલ મીડિયા પર ગણતરીના સમયમાં લાખો લાઇક્સ મળ્યા હતા, પણ તેમને ત્યાં અવતરેલા પુત્રનું તેમણે જે નામ રાખ્યું છે એનો અર્થ ઘણાને ખબર નહીં હોય.

વિરાટ અને અનુષ્કાને ‘વીરુસ્કા’ તરીકે ઓળખાવાય છે. તેમની ત્રણ વર્ષની પુત્રી વામિકાના ક્યૂટ ભાઈનું નામ ‘અકાય’ રાખવામાં આવ્યું છે અને એ મંગળવારે જ વિરાટે જાહેર કરી દીધું હતું.

કેવું સરસ ને? ચાર મહિનામાં ફૅમિલીના ત્રણ મેમ્બરના બર્થ-ડે ઉજવાશે. નવેમ્બરમાં વિરાટનો જન્મદિન પાંચમી નવેમ્બરે હોય છે, વામિકાનો બર્થ-ડે 11મી જાન્યુઆરીએ ઉજવાય છે અને હવે અકાયનો જન્મ દિવસ 15મી ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે. અનુષ્કાનો બર્થ-ડે 1 મેએ હોય છે.

હવે મૂળ વાત પર આવીએ. વિરાટ અને અનુષ્કાએ નવજાત પુત્રનું અકાય નામ જાહેર તો કર્યું, પણ ઘણાને થતું હશે આવા ભાગ્યે જ સાંભળવા મળતા નામનો અર્થ શું હશે? તો કહી દઈએ કે ‘અકાય’ શબ્દનો ઉદ્ભવ ટર્કીમાં થયો હતો. ટર્કીશ ભાષામાં ‘અકાય’નો અર્થ ‘તેજસ્વી ચંદ્ર’ ‘દિવ્યમાન ચંદ્ર’ ‘પ્રકાશમાન ચંદ્ર’ એવો અર્થ થાય છે.

ખુદ વિરાટ અને અનુષ્કાએ પણ નહીં ધાર્યું હોય કે તેમનો પુત્ર જન્મ લેતાંની સાથે સોશિયલ મીડિયામાં સ્ટાર થઈ જશે. વીરુસ્કાના કેટલાક ચાહકોએ તો ‘અકાય…કોહલી’ એવું અકાઉન્ટ પણ બનાવી નાખ્યું. અકાયના જન્મને લઈને વિરાટે ઇન્સ્ટાગ્રામ પર જે જાહેરાત કરી એને મંગળવારે રાત્રે માત્ર પોણા કલાકમાં અભિનંદન સાથે દસ લાખથી પણ વધુ લાઇક્સ મળી ગયા હતા. અત્યાર સુધીમાં લાઇક્સનો આંકડો 40 લાખ સુધી પહોંચી ગયો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress