માધુરીની આ મુસ્લિમ હમશક્લને ઓળખો છો?, આ ક્રિકેટરની છે બીજી પત્ની…
બોલિવૂડ અને ક્રિકેટ જગતનો સંબંધ ઘણો જૂનો છે. બોલિવૂડની ઘણી અભિનેત્રીઓએ ક્રિકેટરો સાથે લગ્ન કર્યા બાદ સ્થાયી થઈને ફિલ્મી દુનિયાને અલવિદા કહી દીધું છે. આવી જ લવસ્ટોરી 90ના દાયકામાં પણ જોવા મળી હતી. એ સમયે બે પ્રેમીઓએ ધર્મની દીવાલ તોડી એકબીજાને અપનાવી લીધા હતા. મુસ્લિમ હોવા છતાં અભિનેત્રીએ હિંદુ સાથે લગ્ન કર્યા હતા અને આજે 25થી વધુ વર્ષ બાદ પણ તેઓનો સંબંધ એટલો જ મજબૂત છે. આજે તેઓ બોલિવૂડ અને ક્રિકેટ જગતનું ફેવરિટ કપલ ગણાય છે.
90ના દાયકામાં રિલીઝ થયેલી ફિલ્મ ‘જાન તેરે નામ’થી ફરહીન નામની નાયિકાએ ફિલ્મોમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મથી માધુરી દીક્ષિત જેવી દેખાતી ફરહીને બોલિવૂડની સાથે-સાથે યુવાનોના દિલો પર પણ કબજો જમાવ્યો હતો, પરંતુ થોડી જ ફિલ્મો કર્યા બાદ ફરહીન અચાનક બોલિવૂડને અલવિદા કહી દીધું. 90ના દાયકામાં બહુ ઓછા સમયમાં બોલિવૂડમાં સુપરહિટ અભિનેત્રી બનવા છતાં ફરહીન અચાનક ગાયબ થઈ ગઈ. તેનું કારણ એ હતું કે તેનું દિલ ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર પર આવી ગયું હતું. 1994માં ફરહીનની મુલાકાત મનોજ પ્રભાકર સાથે થઇ હતી. મનોજ પ્રભાકર સાથે તેની પહેલી મુલાકાત મુંબઈના એક જીમમાં થઈ હતી અને અહીં જ આ સુંદર અભિનેત્રીનું દિલ ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર મનોજ પ્રભાકરે ચોરી લીધું હતું. મનોજ પ્રભાકર હિન્દુ હતા અને તેઓ પરિણીત હતા. ફરહીન અને મનોજની ઉંમરમાં પણ 10 વર્ષનો તફાવત હતો. આવી સ્થિતિમાં ફરહીનને લગ્ન કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
ફરહીનના પિતાએ ત્રણ વાર લગ્ન કર્યા હતા. તેના ઘરેલુ જીવનમાં પણ ઘણી સમસ્યા હતી. મુસ્લિમ ધર્મની કટ્ટરતા તેને પસંદ નહોતી, તેથી તે મુસ્લિમ સમાજમાં લગ્ન કરવા નહોતી માગતી. તેણે હિંદુ સાથે જ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. તેણે મુસ્લિમ કાયદા અનુસાર1994માં મનોજ પ્રભાકર સાથએ લગ્ન કરી લીધા હતા, પણ મનોજ પ્રભાકરે તેની પ્રથમ પત્નીને હજી સુધી છૂટાછેડા આપ્યા નહોતા. તેથઈ હિંદુ કાયદા પ્રમાણે જોઈએ તો તે મનોજ સાથે લિવ ઇન રિલેશનશીપમાં હતી. 2008માં મનોજ પ્રભાકરના છૂટાછેડા બાદ બંનેએ 2009માં હિંદુ રીતિ-રિવાજ મુજબ ફરીથી લગ્ન કર્યા હતા. જોકે, ત્યાં સુધીમાં ફરહીન માતા બની ગઈ હતી અને તેના બંને પુત્રોએ તેના લગ્નમાં હાજરી આપી હતી. આટલું જ નહીં મનોજ પ્રભાકરના પહેલા લગ્નનો પુત્ર પણ આ લગ્નમાં આવ્યો હતો.
ફરહીન હવે દિલ્હીની જાણીતી સફળ બિઝનેસવુમન છે. તે ‘નેચરલ્સ હર્બલ્સ’ નામની કંપનીની માલિક છે.