Happy Diwali: પરિણીતીથી લઈ સોનાક્ષીએ દિવાળીની આગવી રીતે પાઠવી શુભેચ્છા
આજે દેશભરમાં દિવાળીનો તહેવાર ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. આખો દેશ પ્રકાશના તહેવારની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે બોલીવૂડ સેલેબ્સે પણ ચાહકોને દિવાળીની શુભકામનાઓ પાઠવી છે. ઘણા સેલેબ્સના લગ્ન પછી આ પહેલી દિવાળી છે. પરિણીતી ચોપરા, સોનાક્ષી સિન્હા, રકુલ પ્રીત સિંહ, સહિત અન્ય અભિનેત્રીઓએ પોતાના ચાહકોને સોશિયલ મીડિયા પરની પોસ્ટ મારફત શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પણ વાંચો: Emraan Hashmi સાથેના કિસિંગ સીન બાબતે Vidhya Balanએ કર્યો ચોંકાવનારો ખુલાસો…
પરિણીતી દિવાળીના લૂકમાં જોવા મળી
બોલીવુડની જાણીતી અભિનેત્રી અને આમ આદમી પાર્ટી (આપ)નાં સાંસદની પત્ની પરિણીતી ચોપરાએ તેનો દિવાળી લુક ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. લીલો ડ્રેસ, હેવી નેકલેસ, ઇયરિંગ્સ પહેરીને અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે. તે હાથમાં દીવાઓની થાળી લઈને કેમેરા સામે પોઝ આપતી જોવા મળે છે. તસ્વીરોની સાથે પરિણીતીએ કેપ્શનમાં લખ્યું છે – તમને બધાને દિવાળીની શુભેચ્છા.
સોનાક્ષી અને રકુલ પ્રીતે ઈન્સ્ટા પર લખી પોસ્ટ
લગ્ન પછી સોનાક્ષી સિન્હાની આ પહેલી દિવાળી છે. અભિનેત્રીએ પતિ ઝહીર સાથેની કેટલીક તસવીરો શેર કરી છે. આ સાથે તેણે કેપ્શનમાં લખ્યું- હેપ્પી હેપ્પી હેપ્પી દિવાળી. દરેક ઘરમાં રોશની, દરેક ઘરમાં ખુશીઓ, આ જ અમારી તમારા બધા માટે પ્રાર્થના છે. લગ્ન બાદ રકુલ પ્રીત સિંહની આ પહેલી દિવાળી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરીને ચાહકોને દિવાળીની શુભેચ્છા પાઠવી છે.
વિદ્યા બાલન અને માધુરીએ સાડી પહેરીને ચાર ચાંદ લગાવ્યા
વિદ્યા બાલને પણ ચાહકોને દિવાળીની શુભેચ્છા પાઠવી છે. તેણે એક વીડિયો શેર કર્યો છે, જેમાં વિદ્યા ગોલ્ડન જ્વેલરી સાથે પિંક કલરની સિલ્ક સાડી પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી છે. ગ્રીન અને ગોલ્ડન કલરનો સૂટ પહેરેલી માધુરી દીક્ષિતે પણ પોતાની સુંદર તસવીરો પોસ્ટ કરી છે. કેપ્શનમાં તેણે લખ્યું- ‘સુખ, સમૃદ્ધિ અને ઘણી બધી મીઠાઈઓ – તમારી દિવાળી ખુશીઓથી ભરપૂર રહે! તમને દિવાળીની શુભકામનાઓ.
કરિનાએ સિંઘમ અગેઈનની સ્ટારકાસ્ટ તસવીરો શેર કરી શુભેચ્છા આપી
કરીના કપૂરે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર સિંઘમ અગેઇનની સ્ટાર કાસ્ટની તસવીરો શેર કરી છે. આ સાથે તેણે કેપ્શનમાં બધાને દિવાળીની શુભેચ્છા પાઠવી છે. તેણે લખ્યું- ‘સૌને સિંઘમ દિવાળીની શુભકામનાઓ. દિશા પટણી એ પણ ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરીને ચાહકોને દિવાળીની શુભેચ્છા પાઠવી છે. દિશા આ દિવસોમાં વિદેશમાં છે અને તેથી તે તેના ઘરને મિસ કરી રહી છે.
જેનેલિયા ડિસોઝાએ આગવા અંદાજમાં આપી શુભેચ્છા
સોશિયલ મીડિયા સૌથી એક્ટિવ રહેનારા કપલ જેનેલિયા ડિસોઝાએ પતિ રિતેશ દેશમુખ સાથે મસ્ત અંદાજમાં તેના ચાહકોને શુભેચ્છા આપી છે. દિવાળી સંબંધિત હસી-મજાકના વાઈરલ વીડિયોને લઈ ચર્ચામાં રહેનારી જેનેલિયા કહે છે કે એક તો મૈં દિલચસ્પ, ઉપર સે મેરી હંસી હે ભગવાન. પછી જોરજોરથી હશે છે, ત્યાર બાદ એક કેપ્શન લખે છે આપકી દિવાલી હમારી તરહ હંસી સે ભરી હો. ક્યાં આપકી પત્ની કી હસી મેરી તરહ લગતી હૈ, સભી કો દિવાલી કી શુભકામનાએ. હેપ્પી દિવાલી.