પ્રેમને પાછો પામવા માટે બ્લેક મેજિકનો સહારો લીધો ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસે, ખુદ કર્યો…

ટીવી એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠીએ 14મી ડિસેમ્બર એટલે કે ગઈકાલે જ પોતાનો 41મો બર્થડે સેલિબ્રેટ કર્યો. એક્ટ્રેસે નજીકના મિત્રો અને પરિવારના સભ્યોની હાજરીમાં બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. દરમિયાન એક્ટ્રેસની પર્સનલ લાઈફને લઈને જાત જાતના કિસ્સા અને વાતો ચર્ચામાં આવી રહ્યા છે. આજે અને અમે અહીં તમને એક્ટ્રેસ સાથે સંકળાયેલા આવા જ એક કિસ્સા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. ખુદ દિવ્યાંકાએ એક ઈન્ટરવ્યુમાં આ વિશે ખુલાસો કર્યો હતો. ચાલો જોઈએ શું છે આથી સ્ટોરી…
ટીવી ઈન્ડસ્ટ્રીમાં દિવ્યાંકા ત્રિપાઠી એક મોટું નામ છે અને અનેક ટીવી સિરીયલોના માધ્યમથી તેણે લોકોના દિલોમાં પોતાની એક અલગ જગ્યા બનાવી છે. એક્ટ્રેસની પ્રોફેશનલ લાઈફ જેટલી હેપનિંગ રહી છે એટલી જ પર્સનલ લાઈફ ચઢાવ ઉતારથી ભરપૂર રહી છે. એક ઈન્ટરવ્યુમાં દિવ્યાંકાએ પોતાની પર્સનલ લાઈફને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

દિવ્યાંકા હાલમાં ભલે પોતાના કો-સ્ટાર વિવેક દહીયા સાથે હેપ્પી મેરિડ લાઈફ જીવી રહી હોય પણ હંમેશાથી એવું નથી. એક સમય એવો પણ હતો કે જ્યારે તેની લવ લાઈફમાં ખૂબ જ ચઢાવ ઉતાર જોવા મળ્યા હતા. આ વિશે જ ઈન્ટરવ્યુમાં દિવ્યાંકાએ ખુલાસો કર્યો હતો. વિવેક દહીયા સાથે લગ્ન પહેલાં દિવ્યાંકાએ શરદ મલ્હોત્રાને ડેટ કર્યું હતું. બંનેની મુલાકાત બનું મૈં તેરી દુલ્હનના સેટ પર થઈ હતી અને બંને એકબીજાના પ્રેમમાં પડ્યા.
દિવ્યાંકા અને શરદને લઈને ઈન્ડસ્ટ્રીમાં જાત-જાતની વાતો પણ સાંભળવા મળી હતી. આઠ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ આખરે બંનેનું બ્રેકઅપ થઈ ગયું. જોકે, દિવ્યાંકાને આ બધી વસ્તુ સ્વીકારવામાં સમય લાગ્યો હતો, પરંતુ તે શરદના પ્રેમમાં એટલી પાગલ થઈ ગઈ હતી કે દિવ્યાંકા શરદને પોતાની જિંદગીમાં પાછો લાવવા માટે કંઈ પણ કરવા માટે તૈયાર હતી.
એક ઈન્ટરવ્યુમાં દિવ્યાંકાએ જણાવ્યું હતું કે તેણે પોતાનો સંબંધ બચાવવા માટે, બીજી વખત શરદને મારી જિંદગીમાં પાછા લાવવા માટે તેણે બ્લેક મેજિકનો સહારો પણ લીધુો હતો. જોકે, એનાથી તેને ખાસ કંઈ ફાયદો થયો નહોતો. જ્યારે સંબંધ ના બચાવી શકી ત્યારે મેં મૂવ ઓન કરવાનું જ પસંદ કર્યું.
આ ઘટનાના લાંબા સમય બાદ દિવ્યાંકા ત્રિપાઠીના જીવનમાં વિવેદ દહીયાની એન્ટ્રી થઈ હતી આખરે બંનેએ 2016માં લગ્ન કરી લીધા હતા. કપલને ફેન્સ ખૂબ જ પસંદ કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે હમણાં લાંબા સમયથી દિવ્યાંકા ત્રિપાઠી ટીવી સિરીયલ્સથી દૂર છે.
આ પણ વાંચો…ટીવી અભિનેત્રી દિવ્યંકા ત્રિપાઠીએ ટ્રોલ કરનારાઓને આપ્યો આવો જવાબ



