જાણીતી ટીવી અભિનેત્રીને થયો અકસ્માત અને પતિએ આપી હેલ્થ અપડેટ

ટેલિવિઝનની જાણીતી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી દહિયાના ફેન્સ માટે ખરાબ સમાચાર છે. દિવ્યાંકા ત્રિપાઠીનો અકસ્માત થયો છે. દિવ્યાંકા અને તેના પતિ વિવેક દહિયાની પી.આર.ટીમેં ગઈકાલે રાત્રે સોશિયલ મીડિયા પર અકસ્માતની જાણકારી આપી હતી. જોકેઆરટી મેં વધુ માહિતી આપી નહોતી, પરંતુ એમ જણાવવામાં આવ્યું હતું કે દિવ્યાંકા હાલ સારવાર હેઠળ છે.
દિવ્યાંકાના પતિ વિવેક દહિયાની ટીમે સોશિયલ મીડિયા હેન્ડલ soapboxprelations પરથી એક નોટ શેર કરી હતી જેમાં લખ્યું હતું કે દિવ્યાંકના અકસ્માતના કારણે તેમનું લાઈવ સેશન કેન્સલ કરવામાં આવ્યું છે. દિવ્યાંકાના થોડા સમય થોડા કલાકો પહેલા જ અકસ્માત થયો હતો. તેનો પતિ વિવેક દહિયા તેની સાથે છે. હેલ્થ અપડેટ શેર કરતે વખતે વિવેકે કહ્યું હતું કે દિવ્યાંકા ત્રિપાઠીના હાથના બે હાડકા તૂટી ગયા છે અને તેની ટૂંક સમયમાં સર્જરી કરવામાં આવશે.
નોંધનીય છે કે દિવ્યાંકા ત્રિપાઠીની થોડા મહિના પહેલાં લિગામેન્ટની સર્જરી થઈ હતી. દિવ્યાંકાએ instagram હેન્ડલ પર પોતાના વીડિયો શેર કર્યો હતો જેમાં તેણે લિગામેન્ટ સર્જરીથી રિકવરી સુધીની તેની સફર શેર કરી હતી. હવે અકસ્માતમાં તેના હાડકા તૂટ્યા છે એની સર્જરી કરવામાં આવશે.