Disha Patani ના પિતાને લાગ્યો રૂ. 25 લાખનો ચૂનો, પરત માંગતા મળી મોતની ધમકી

Entertainment News: ફિલ્મ અભિનેત્રી દિશા પટાનીના પિતા તથા બરેલીના રિટાયર્ડ સીઓ જગદીશ ચંદ્ર પટાની સાથે 25 લાખ રૂપિયાની ઠગાઈ કરવામાં આવી છે. ઉત્તરાખંડ સરકારમાં તેમને કોઈ જવાબદારી કે કોઈ આયોગમાં મહત્વનો હોદ્દો આપવાની લાલચ આપીને ધીમે ધીમે કરીને 25 લાખ રૂપિયા પડાવી લીધા હતા.
Also read: અભિનેત્રી પલક તિવારીએ માલદીવ્સમાં માણી મોજ, બોલ્ડ તસવીરો વાઈરલ

કામ ન થાય તો પૈસા પરત આપવાનો કર્યો હતો વાયદો
ત્રણ મહિનામાં કામ પૂરું ન થાય તો વ્યાજ સહિત રૂપિયા પરત કરવાનો વાયદો કરવામાં આવ્યો હતો. પરંતુ છ મહિના બાદ પણ કંઈ થયું નહોતું. જગદીશ પટાનીને કોઈ પદ મળ્યું નહોતું કે ન તો રકમ પાછી આપવામાં આવી હતી.
પાંચ લોકો સામે ફરિયાદ
રકમ પરત માંગતા જગદીશ પટાનીને ધમકી આપવામાં આવી હતી. તેમણે સમગ્ર મામલે બરેલી એસએસપીને ફરિયાદ કરી હતી. એસએસપીના આદેશ પર જૂના અખાડા ઋષિકેશના આચાર્ય જયપ્રકાશ સહિત પાંચ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસ મામલાની તપાસ કરી રહી છે.
Aslo read: Viral Video: સૂઝેલી આંખો, હાથ પર સોફ્ટ કાસ્ટિંગ? Aishwarya Rai-Bachchanને આ શું થયું?

બોલિવુડની બોલ્ડ અને ગ્લેમરસ અભિનેત્રી દિશા પટાનીએ અવાનવાર તેના હોટ અંદાજથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છે. દિશાએ થોડા દિવસ પહેલા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક બોલ્ડ સેલ્ફી શેર કરી હતી.